અમદાવાદમાં ઠક્કરનગર પાસે AMCની ટીમ અને લારી ધારકો વચ્ચે ઘર્ષણ, રસ્તા પર શાકભાજી ફેંકી વિરોધ

By: Nation Gujarat Team
30 Jul, 2026

Ahmedabad AMC and Vegetable Venders News : અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં આવેલી રતનબા કેનાલ પાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણની ટીમ અને સ્થાનિક લારી ધારકો વચ્ચે બબાલ થયાની ઘટના સામે આવી છે. AMCની ટીમ જ્યારે દબાણ હટાવવાની કામગીરી કરવા પહોંચી ત્યારે બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી જેણે થોડી જ વારમાં ઘર્ષણનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ દરમિયાન AMCના દબાણ શાખાના કર્મચારી દ્વારા એક લારી ધારકને ઢોર માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ લારી ધારકોએ લગાવ્યો છે.


Related Posts

Load more