મેગા સિટી અમદાવાદમાં હવે સંતાનોને ભણાવવુ વધુ મોંઘુ બનશે. કારણ કે, અમદાવાદનું ભણતર વધુ મોંઘુ બન્યું છે. અમદાવાદની ખાનગી શાળાઓમાં ફી વધારાને મંજૂરી આપવામા આવી છે. ત્યારે આ મંજૂરીથી FRC દ્વારા 3 હજાર થી 12 હજારનો ફી વધારો મંજુર કરાયો છે. ત્યારે નવી ફીની જાહેરાત બાદ કી શાળામાં કેટલો ફી વધારો થયો તે જાણી લો.ગુજરાતમાં થોડા સમય પહેલા અમદાવાદ સહિતના ચારેય ઝોનની નવી ફી કમિટીઓની રચના કરી છે. આપને જણાવી દઈએ કે નવા શક્ષિક સત્રની શરૂઆત બાદ પણ અમદાવાદની લગભગ 150થી વધુ શાળામાં નવા ફ્રી નક્કી કરવાની બાકી હતી. ત્યારે અમદાવાદ ઝોનની કમિટી દ્વારા શહેરની બાકી રહેલી 150થી વધુ સ્કૂલોમાંથી કેટલીક સ્કૂલોની નવી ફી નક્કી કરી દેવામા આવી છે. જેમાં દરખાસ્ત કરનારી સ્કૂલોની ફીમાં 5થી 7 ટકાનો વધારો કરવામા આવ્યો છે.
અમદાવાદની કેટલીક સ્કૂલોની ફી 5થી 7 ટકા અને કેટલીક સ્કૂલોની ફી 10 ટકા સુધી વધી છે. એકંદરે 3 હજારથી લઈને 12 હજાર રૂપિયા સુધીનો ફી વધારો થયો છે. આમ, અમદાવાદમાં શિક્ષણ મોંઘું બન્યું છે. ફીમાં વધારો થતા વાલીઓનું બજેટ આ મોંઘવારીમાં ભાંગી જશે.
કઈ શાળામાં કેટલો ફી વધારો કરાયો