અમદાવાદ શહેરના સિંધુભવન રોડ પરનું જાણીતું અને મોંઘીદાટ ‘Komo by Kaffa’ નામના કેફેમાં એક ગ્રાહકને કડવો અનુભવ થયો છે. ગ્રાહકે જમવામાં પાસ્તા વિથ ગાર્લિક બ્રેડ મંગાવી હતી, જેમાં ગાર્લિક બ્રેડમાંથી મરેલી માખી નીકળી હતી. ગ્રાહકે આ અંગે કેફેમાં ફરિયાદ કરતા બિલ ન આપીને કોમ્પ્લીમેન્ટ્રી પેસ્ટ્રી આપી વાત પૂરી કરી દેવામાં આવી હતી. ગ્રાહકે આ અંગે AMCને પણ ફરિયાદ કરી છે.
સેલિબ્રિટી અને ક્રિકેટરો પણ ‘Komo by Kaffa’ આવ્યા’તા ‘Komo by Kaffa’ અમદાવાદનું ખૂબ જ જાણીતું કેફે છે. અમદાવાદમાં આવતા મોટાભાગના સેલિબ્રિટી અહીંયા એક વખત મુલાકાત લેતા જ હોય છે. તાજેતરમાં ટીમ ઇન્ડિયા જ્યારે અમદાવાદ મેચ રમવા આવી ત્યારે ટીમના પ્લેયર પણ આ કેફેમાં ગયા હતા. સામાન્ય દિવસમાં પણ આ કેફેમાં 20થી 30 મિનિટનું લાંબુ વેઈટીંગ હોય છે. ત્યારે આટલા મોંઘા અને જાણીતા કેફેની આ પ્રકારની બેદરકારીને લઈને અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે.
ગાર્લિક બ્રેડમાં મરેલી માખી જોઈ યુવક ચોંકી ગયો મળતી માહિતી અનુસાર, શહેરના શાહીબાગ વિસ્તારમાં રહેતો ધ્રુવિલ પટેલ નામનો યુવક પત્ની સાથે જમવા માટે જાણીતા ‘Komo by Kaffa’ માં ગયો હતો. ધ્રુવિલે કોમોમાંથી પાસ્તા વિથ ગાર્લિક બ્રેડ, રાઈસ વિથ કરી અને આઈસ કોફી મંગાવી હતી. ધ્રુવિલના ટેબલ પર આઈસ કોફી અને પાસ્તા આવ્યા હતાં. જમવાની શરૂઆત કર્યાના થોડા સમયમાં જ ધ્રુવિલ અચાનક ટેબલ પરથી ઉભો થઈ ગયો હતો.
સ્ટાફે માફી માંગીને કોમ્પ્લીમેન્ટ્રી પેસ્ટ્રી ઓફર કરી ધ્રુવિલે મંગાવેલા પાસ્તામાં આવેલી ગાર્લિક બ્રેડમાં મરેલી માખી હતી. ધ્રુવિલે જમવાનું ટેબલ છોડીને હોબાળો કર્યો હતો, જેથી સ્ટાફ ભેગો થયો હતો. ધ્રુવિલે આટલી મોટી બેદરકારી અંગે ફરિયાદ કરી તો કેફેના સ્ટાફે માફી માગી લીધી હતી. કેફેના સ્ટાફે બિલ માફ કરીને ધ્રુવિલને કોમ્પ્લીમેન્ટ્રી પેસ્ટ્રી ઓફર કરી હતી. ધ્રુવિલે આ અંગે AMCના ફૂડ વિભાગને ફરિયાદ કરી છે.
જેટલી મોંઘી રકમ ફૂડની વસૂલે છે તેને તેટલી જ મોંઘી સજા કરવામાં આવે’ ધ્રુવિલે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે જમવા ગયા ત્યારે વેઈટિંગ હતું, અમે રાહ જોઈને અંદર ગયા હતા. જે પાસ્તાનો ઓર્ડર આપ્યો તેની કિંમત 850 રૂપિયા હતી. કહેવાતા હાઈફાઈ કેફેમાં આટલી મોટી રકમ લઈને પણ ફૂડમાં ધ્યાન રાખવામાં આવતું ન હોય તો બંધ કરી દેવું જોઈએ. અમારી માંગ છે કે આ કેફે જેટલી મોંઘી રકમ ફૂડની વસૂલે છે તેને તેટલી જ મોંઘી સજા કરવામાં આવે.
અગાઉ ક્રિકેટર ‘Komo by Kaffa’ આવ્યા’તા ઉલેખ્ખનીય છે કે, 7 માર્ચ, 2026ના ટીમ ઈન્ડિયાના ક્રિકેટર અભિષેક શર્મા, અર્શદીપ સિંઘ અને ઈશાન કિશન અને તેની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા ‘Komo by Kaffa’માં મોડી રાતે જોવા મળ્યા હતાં.