ઇન્ટરનેશનલ ક્રિએટીવ આર્ટ સોસાયટી દ્વારા આયોજીત ગુજરાતની કલાને ઉજાગર કરતો ગુજરાતની અસ્મિતા સમા 18મા ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ 2026નું અમદાવાદના ગોતા સ્થિત શંકુસ ફાર્મ ખાતે તા. 13 જાન્યુઆરીના રોજ સાજે 7 વાગ્યે યોજાશે. છેલ્લાં 17 વર્ષથી સતત આયોજિત આ પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહ વિશ્વભરમાં ગુજરાત અને ગુજરાતી સંસ્કૃતિનું ગૌરવ વધારનાર એવા માનવ ગૌરવને સન્માનિત કરવાનો મંચ પુરો પાડવામાં આવે છે.
આ એવોર્ડ દ્વારા કલા, સંસ્કૃત્તિ, સાહિત્ય, ગુજરાતી સિનેમા, રમતગમત, યુવા નેતૃત્વ, સામાજિક સેવા, વ્યવસાય, તથા પરોપકાર જેવા વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન આપનાર ગૌરવવંતા ગુજરાતીઓને સન્માનિત કરવામાં આવે છે. ગુજરાતનો આ સૌથી મોટો ઇન્વાઇટી શો માત્ર આમંત્રિતો માટે છે.
બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જી એવોર્ડમાં હાજરી આપશે 18માં ગૌરવવંતા ગુજરાતી એવોર્ડમાં બોલિવૂડની જાણીતી અભિનેત્રી રાની મુખર્જી હાજરી આપશે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી, યુવા અને સાંસ્કૃત્તિક મંત્રી જયરામભાઇ ગામિત, રિવાબા જાડેજા, શહેરી વિકાસ વિભાગના મંત્રી દર્શનાબેન વાઘેલા ઉપરાંત અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબેન જૈન તેમ જ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન દેવાંગભાઇ દાણી વગેરેને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં અલગ અલગ ક્ષેત્રના લોકોને ગોરવવંતા ગુજરાતી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. જેમાં ગુજરાત સહિત મુંબઇથી કલાકારો ભાગ લેવાના છે.
ભૂમિ ત્રિવેદી, બ્રીજરાજ ગઢવી સહિતના કલાકારોનું પર્ફોમન્સ આ કાર્યક્રમમાં અતુલ પુરોહિત, ભૂમિ ત્રિવેદી, કરસન સાગઠિયા, કિર્તી સાગઠીયા, દિવ્યા ચૌધરી, લવારી શોના જાણીતા કલાકારો સાથે યંગ કલાકારો તેમ જ બ્રીજરાજ ગઢવી, આમીર મીર હાજર રહીને તેમના પર્ફોમન્સ દ્વારા સંગીતના સૂર રેલાવશે. આ શોમાં ધમાકેદાર પર્ફોમન્સ 50થી ફોકના ડાન્સરો દિવ્યથી ભવ્ય કાર્યક્રમ કરશે. 40થી 50 ગુજરાતી ફિલ્મ જગતના લોકો હાજરી આપશે. જેમાં હિતુ કનોડિયા, હિતેનકુમાર, મૌલિક ચૌહાણ, ભાવિની જાની વિશેષ ઉપસ્થિત રહેશે.
એવોર્ડ સમારોહમાં 5થી 7 હજાર લોકો ઉપસ્થિત રહેશે સતત 17 વર્ષથી ગૌરવવંતા ગુજરાતી એવોર્ડના આયોજક ઇન્ટરનેશનલ ક્રિએટીવ આર્ટ સોસાયટીના ફાઉન્ડર અત્રિસ ત્રિવેદીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, ગુજરાત ગાથાનો મંચ પુરો પાડનાર ઇન્ટરનેશલ ક્રિએટીવ આર્ટ સોસાયટીના બોર્ડ મેમ્બરો પદ્મશ્રી મનોજ જોષી, ટીકુ તલસાણિયા, રેમો ડીસોઝા, હંસલ મહેતા, મિલાપ ઝવેરી, પ્રાંજલ ખાધદીયા, જે.ડી. મજેઠિયા, સુપ્રિયા પાઠક, યોગેશ લાખાણી અને પાર્થિવ પટેલ કમિટી મેમ્બર પણ અચૂક હાજરી આપશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગ્રીષ્મા ત્રિવેદી દ્રારા કરવામાં આવશે. નેશનલ એવોર્ડ વિનર પુનલ સોની દ્વારા કરવામાં આવશે. આ એવોર્ડ માત્ર આમંત્રિતો માટે રહેશે. જેમાં 5થી 7 હજાર લોકો ઉપસ્થિત રહેશે.