અંબાલાલ પટેલની આગાહીઃ આ તારીખે રાજ્યમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડશે

By: nationgujarat
08 May, 2024

અંબાલાલ પટેલની આગાહીઃ રાજ્યમાં આગામી દિવસોમાં પ્રી મોનસૂન એક્ટિવીટી થશે શરૂ થઈ જશે. આ આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલ પટેલ (Ambalal Patel)ના મતે આરબ દેશમાંથી આવતું ધૂળકટ પાકિસ્તાન, કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં અન્ય ભાગોને પ્રભાવિત કરશે અને 10થી 14 મે વચ્ચે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ (Rain) વરસી શકે છે.

પંચમહાલ, સાબરકાંઠા ,વડોદરા, ખેડા,અમદાવાદ સહિતના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ (Rain)નુ અંબાબાલ પટેલનું અનુમાન છે. સાથે જ મે અને જૂન માસમાં સાગરકાંઠે ચક્રવાતો સાથે પવનના દબાણો વધશે. 16 મે બાદ બંગાળનાં ઉપસાગરમાં ચક્રવાતો સર્જાશે અને અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાની શરૂઆત થશે. આ વર્ષે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત વહેલી થવાની શક્યતા છે. 17 જૂન પછી ભારે ગાજવીજ અને પવનના તોફાનો સાથે વરસાદ (Rain) પડશે. આ વર્ષે ચોમાસામાં રાજ્યમાં ભારે વરસાદ (Rain) રહેશે.

દેશની રાજધાની દિલ્હીમાં હાલ આકરી ગરમી (Summer)થી લોકો પરેશાન છે. સવારના આકરા તડકા ઉપરાંત રાત્રે પણ ગરમી (Summer) લોકોને પરેશાન કરી રહી છે. પરંતુ દિલ્હીના લોકો માટે સારા સમાચાર છે. દિલ્હીમાં ટૂંક સમયમાં હવામાન (Weahter) બદલાશે અને લોકોને આકરી ગરમી (Summer)થી રાહત મળશે. બુધવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27.5 ડિગ્રી રહેવાની ધારણા છે. આ રિપોર્ટમાં અમે તમને આગામી એક સપ્તાહ માટે હવામાન (Weahter) કેવું રહેશે તેની માહિતી આપીશું.

હવામાન (Weahter) વિભાગે આગાહી કરી છે કે બુધવારે આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે અને સપાટી પરના જોરદાર પવન ફૂંકાશે. 25-35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ગુરુવારે દિલ્હીમાં ગરમી (Summer) વધી શકે છે. હવામાન (Weahter) વિભાગની આગાહી મુજબ આ દિવસે મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. આકાશ સ્વચ્છ રહેવાની ધારણા છે અને દિવસ દરમિયાન 20-30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

શુક્રવારે એટલે કે 10 તારીખે આ ગરમી (Summer) દિલ્હીના લોકોને વધુ પરેશાન કરશે. આ દિવસે મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. આકાશમાં કેટલાક વાદળો હોઈ શકે છે. દિવસ દરમિયાન સપાટી પર પવન ફૂંકાઈ શકે છે.


Related Posts

Load more