અંબાજીનો મોહનથાળ ફરી વિવાદમાં:અગાઉ મોહનથાળ બનાવનારી ફાઉન્ડેશનને ફરી કામગીરી સોંપાતાં ભક્તોમાં રોષ

By: nationgujarat
21 Nov, 2023

શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે. અંબાજી મંદિર અને અંબાજીની આગવી ઓળખ એટલે મોહનથાળનો પ્રસાદ, જે વર્ષોથી ચાલી આવતી પરંપરા છે. અંબાજી આવતા ભક્તો મોહનથાળનો પ્રસાદ અચૂક ઘરે લઈ જતાં હોય છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી અંબાજી મંદિર અને મોહનથાળનો પ્રસાદ ભારે વિવાદમાં આવ્યો છે. ત્યારે ફરી એકવાર મોહનથાળ પ્રસાદ વિવાદમાં સંપડાયો છે. અગાઉ દૂધની જગ્યાએ દૂધ-પાઉડરનો ઉપયોગ કરવાના કારણે જે કંપનીનો મંદિર ટ્રસ્ટે કોન્ટ્રેક્ટ રદ કર્યો હતો તે જ કંપનીને ફરી કામગીરી સોંપાતાં ભક્તોમાં રોષ ભભૂક્યો છે.


Related Posts

Load more