હાટકેશ્વર બ્રિજ તોડવા ટ્રાફિક ડાયવર્ઝન:છેલ્લા સ્પાન તોડવા માટે ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું

By: Nation Gujarat Team
20 Mar, 2026

શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલો હાટકેશ્વર બ્રિજ તોડવાની કાર્યવાહી છેલ્લા છ મહિનાથી ચાલી રહી છે. મુખ્ય રોડ પરના બે સ્પાન તોડવાને લઈને ટીવી ગતિએ ચાલતી કામગીરી મામલે સ્થાનિક વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યા બાદ હાટકેશ્વર બ્રિજના બંને બાકી રહેલા છેલ્લા સ્પાન તોડવા માટે ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.

4 એપ્રિલ, 2026 સુધી અથવા તો બ્રિજ ડિમોલિશનની કામગીરી પૂર્ણ ના થાય ત્યાં સુધી દિવસ અને રાત્રિ દરમિયાન ગુરુજી બ્રિજથી અમરાઈવાડી અને અમરાઈવાડીથી ગુરુજી બ્રિજ તરફ જવા અન્ય વૈકલ્પિક રસ્તાનો અવરજવર કરવા માટે ઉપયોગ કરવાનો રહેશે.

ટ્રાફિક ડાયવર્ઝન પાસે પોલીસના જવાનો સતત હાજર રાખવા પડે એવી સ્થિતિ હાટકેશ્વર બ્રિજના ઓબ્લીગેટરી (મુખ્ય)સ્પાન તથા તેની પાસેના બાકી રહેલા એક સ્પાનના ડિમોલિશનની કામગીરી તબકકાવાર કરવાની થતી હોવાથી ટ્રાફિક ડાયવર્ઝન રૂટ મુજબ ઓબ્લીગેટરી સ્પાનની ડિમોલીશનની કામગીરી પૂર્ણ થયા બાદ ટ્રાફિક પોલીસ ચોકી સામેના સ્પાનના ડિમોલિશન દરમિયાન તેની આસપાસની ડિમોલિશ્ડ થયેલા સ્પાનની ખુલ્લી જગ્યાનો ડાયવર્ઝન રૂટ તરીકે વાહનચાલકોએ ઉપયોગ કરવાનો રહેશે. ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જેના કારણે હાટકેશ્વર ચાર રસ્તા પાસે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ શકે છે. જેથી ટ્રાફિક પોલીસના જવાનો સતત હાજર રાખવા પડે એવી સ્થિતિ છે.

Related Posts

Load more