સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલની વહેલી સવારે ધરપકડ, પુણા પોલીસ સુરત લઈ રવાના

By: Nation Gujarat Team
30 Jul, 2026

Social media influencer Kirti Patel: સુરેન્દ્રનગરમાંથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. જાણીતી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલની વહેલી સવારે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ કીર્તિ પટેલની ધરપકડ તેના પિતાના ઘરેથી કરવામાં આવી છે. તે રતનપર વિસ્તારમાં આવેલા તેના પિતાના નિવાસ્થાને રોકાયેલી હતી, જ્યાં વહેલી સવારે પોલીસે દરોડો પાડી તેની અટકાયત કરી હતી.

બે જિલ્લાની પોલીસનું સંયુક્ત ઓપરેશન, સુરત પોલીસ રવાના
આ સમગ્ર કાર્યવાહી સુરેન્દ્રનગર પોલીસ અને સુરતના પૂર્ણા (પુણા) પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. ચોક્કસ બાતમીના આધારે બંને જિલ્લાની પોલીસે સાથે મળીને આ કામગીરી પાર પાડી હતી. ધરપકડની કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પુણા પોલીસ કીર્તિ પટેલને કસ્ટડીમાં લઈને સુરત જવા માટે રવાના થઈ ગઈ છે. આગળની પૂછપરછ અને કાયદાકીય કાર્યવાહી હવે સુરત ખાતે કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ટીકટોક સ્ટાર કીર્તિ પટેલ અગાઉ પણ અનેક વિવાદો અને સોશિયલ મીડિયા પરની તકરારોને કારણે ચર્ચામાં રહી ચૂકી છે. તાજેતરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી હંમેશામાં વિવાદમાં રહેતી કીર્તિ પટેલ સામે સરકાર તરફથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 1.3 મિલિયન ફોલોઅર્સ ધરાવતા કીર્તિ પટેલના ઈન્સ્ટાગ્રામ પરના મુખ્ય ID સિવાયના અન્ય એકાઉન્ટ્સ પર ભારતમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. કીર્તિ પટેલ સામે હત્યાના પ્રયાસ, ખંડણી, ધાકધમકી સહિતના 10થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે અને જેલની હવા પણ ખાઈ ચૂકી છે.


Related Posts

Load more