અફવાને કારણે અમદાવાદમાં જ દરરોજના સરેરાશ 30 લાખ લિટર પેટ્રોલ અને 60 લાખ લિટર ડીઝલના વપરાશ સામે ગઇકાલે જ બમણો ઉપાડ નોંધાયો હોવાનો અંદાજ છે.
અમદાવાદમાં વહેલી સવારથી જ પેટ્રોલ પંપ પર લાઈનો
આજે (24મી માર્ચ) સવારથી જ અખબારનગરથી પ્રગતિનગર અને અંકુર રોડ પેટ્રોલ પંપ પર ટ્રાફિક જોવા મળ્યો છે. અમદાવાદીઓ ઊંઘમાંથી ઉઠ્યા નથી કે બાઈક લઈને પેટ્રોલ પંપ પર પહોંચી ગયા હતા.
સરકારની અપીલ- લાઈન લગાવવાની જરૂર નથી
સરકારે રાજ્યમાં ઈંધણનો પૂરતો બફર સ્ટોક ઉપલબ્ધ છે અને ગભરાવાની જરૂર નથી. જોકે, જનતાને આ આશ્વાસન પર ભરોસો બેસતો નથી. લોકોને કોરોનાકાળનો એ સમય યાદ આવી રહ્યો છે જ્યારે રેમડેસિવિર ઈન્જેક્શન અને હોસ્પિટલના ખાટલા માટે સરકારી વાયદાઓ વચ્ચે રઝળપાટ કરવો પડ્યો હતો.