India vs Sri Lanka Test series squad 2026 : શ્રીલંકા સામે રમાનારી 2 ટેસ્ટ મેચોની સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ સિરીઝ પહેલા ટીમ 7 ઓગસ્ટથી કોલંબોમાં 4 દિવસની પ્રેક્ટિસ મેચ રમશે. શ્રીલંકા સામેની આ મહત્વપૂર્ણ ટેસ્ટ સિરીઝ માટે શુભમાન ગિલને ટીમના કેપ્ટન જ્યારે કેએલ રાહુલને વાઈસ-કેપ્ટન બનાવવામાં આવ્યા છે.
શુભમન ગિલ સંભાળશે કેપ્ટનશિપ
ટેસ્ટ સ્કવોડમાં યશસ્વી જયસ્વાલ, રિષભ પંત (વિકેટકીપર), સાઈ સુદર્શન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, માનવ સુથાર, જસપ્રિત બુમરાહ, મો. સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનૂર બરાર, દેવદત્ત પડિકલ અને સારાંશ જૈનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ કેટલાક મુખ્ય ખેલાડીઓની ફિટનેસ અંગે પણ અપડેટ સામે આવ્યું છે. જેમાં સાઈ સુદર્શન અને જસપ્રિત બુમરાહની ઉપલબ્ધતા BCCI COE તરફથી મળનારા ફિટનેસ ક્લિયરન્સ પર નિર્ભર રહેશે.
ટીમ ઈન્ડિયાએ T-20I રેન્કિંગમાં મેળવ્યું નંબર-1 સ્થાન
બીજી તરફ, હરારેમાં રમાયેલા T-20 સિરીઝના બીજી મેચમાં ભારતીય ટીમે ઝિમ્બાબ્વેને 90 રનોથી હરાવીને સિરીઝમાં 2-0 ની અજેય સરસાઈ મેળવી હતી. આ શાનદાર જીતનો ફાયદો ટીમ ઈન્ડિયાને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) રેન્કિંગમાં મળ્યો છે અને ભારતીય ટીમ ફરી એકવાર ICC મેન્સ T-20I રેન્કિંગમાં નંબર-1 ના સ્થાન પર પહોંચી ગઈ છે. અગાઉ ઇંગ્લેન્ડ સામે T-20 સિરીઝ 0-4 થી હાર્યા બાદ ભારતે નંબર-1 નું સ્થાન ગુમાવ્યું હતું, પરંતુ ઝિમ્બાબ્વે પ્રવાસ પર સતત બે જીત મેળવીને ટીમ ઈન્ડિયાએ ફરીથી શીર્ષ સ્થાન હાંસલ કરી લીધું છે.