વીકેન્ડ બાદ નવું અઠવાડિયું શરૂ થતા જ પહેલા જ દિવસે શેર બજારમાં બજાર ખુલતાની સાથે જ મોટો કડાકો જોવા મળ્યો. 8 જૂનના રોજ સેન્સેક્સ 800 પોઈન્ટના ઘટાડા સાથે ઓપન થયો બજારમાં ભારે વેચવાલી જોવા મળી. બીએસઈ સેન્સેક્સ લાલ નિશાન સાથે 73,421.61 પોઈન્ટ પર ખુલ્યો હતો. 9.20 કલાકે સેન્સેક્સ 730.91 પોઈન્ટના ઘટાડા સાથે તૂટીને 73,512.43 પર પહોંચી ગયો. જો કે પછી થોડી રિકવરી થઈ અને 634.25 અંકના ફોલ સાથે 73,609.09 પર પહોંચી ગયો. નિફ્ટી 234.80 અંક તૂટીને 23,131.90 અંક પર આવી ગયો.
બજારની આ વેચવાલીએ શરૂઆતની ગણતરીની મિનિટોમાં જ રોકાણકારને 5 લાખ કરોડ રૂપિયાનો ઝટકો આપી દીધો. બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ તૂટીને 456 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ. બજારમાં આ ઘટાડા પાછળ કોણ જવાબદાર? કયા શેરો પર સૌથી વધુ અસર થઈ? ગ્લોબલ માર્કેટની શું સ્થિતિ છે તે સમજીએ.
આ શેરો સૌથી વધુ તૂટ્યા
શેર બજારના કારણે ઈન્ડિગોમાં સૌથી વધુ 1.98 ટકાનો કડાકો જોવા મળ્યો. બજાજ ફાઈનાન્સ, એશિયન પેઈન્ટ્સ, ટાટા સ્ટીલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઈટરનલ, NTPC, TCS, BEL, L&T ના શેરો લાલ નિશાન સાથે ખુલ્યા. ફક્ત ટેક મહિન્દ્રા અને સન ફાર્માએ તેજી સાથે ઓપનિંગ કરી.
કેમ ગબડ્યું શેર બજાર?