વરસાદથી શાકભાજીમાં પણ સંકટ : આવક તળીયે, ભાવ 30-40 ટકા વધી ગયા

By: Nation Gujarat Team
18 Jul, 2026

રાજકોટ, તા.18
અલનીનોના પ્રભાવ હેઠળ ચોમાસુ અસ્થિર છે ક્યાંક ભારે વરસાદ પડ્યો છે જ્યારે અન્યત્ર સામાન્ય કે સાવ મામુલી માત્રામાં પાણી વરસ્યું છે. અનાજ-કઠોળ-તેલીબીયાની જેમ શાકભાજી પણ પ્રભાવિત બન્યા છે. રાજકોટમાં શાકભાજીની લોકલ આવક તળીયે પહોંચી છે. ભાવમાં 30-40 ટકાની તેજી છે. મોટા ભાગનો જથ્થો બીજા રાજ્યો-સેન્ટરોમાંથી આવી રહ્યો છે.

રાજકોટ માર્કેટ યાર્ડમાં ડુંગળી, બટેટા, ટમેટા તથા લીંબુ સિવાયની ચીજોની આવક આજે સાવ સામાન્ય સ્તરે જોવા મળી હતી. ફ્લાવર, ચોળાસીંગ, કારેલા, સગરવો, તુરીયા, પરવર, મેથી, આદુ વગેરેની આવક ઘણી ઓછી હતી. રીંગણા, દુધી, ગુવાર, ગાજર, કાકડી જેવી અમુક ચીજોની જ નોંધપાત્ર આવક હતી. ડુંગળીમાં 1922 ક્વીંટલ, ટમેટામાં 1464 ક્વીંટલ, બટેટામાં 4320 ક્વીંટલ, લીંબૂમાં 911 ક્વીંટલની આવક જળવાયેલી હતી.

વેપારીઓએ જણાવ્યું કે રાજકોટના મોટાભાગના સેન્ટરોમાં પર્યાપ્ત વરસાદ નથી. ઘણા અંશે શાકનું વાવેતર થયું નથી એટલે આવતા ઓગસ્ટ મહિનામાં પણ લોકલ આવક વધવાની શક્યતા ધુંધળી છે. સામાન્ય રીતે ોગસ્ટમાં આવક ઘણી વધી જતી હોય છે.

અત્યારની સ્થિતિએ લોકલ આવક તળીયે છે. જરૂરીયાત પુરી જરૂરીયાત પુરી કરવા માટે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા રાજ્યોમાંથી માલ મંગાવાય રહ્યા છે. ઘણા કિસ્સામાં લોકલમાં વરસાદ ન હોય અને અન્ય રાજ્યોમાં વરસાદ હોય જ્યારે પરિવહન મોડુ થવાથી માલ બગડી જવાનું જોખમ રહેતું હોવાથી જરુરીયાત મુજબ જ માલ મંગાવવામાં આવી રહ્યો છે.

અત્યારની સ્થિતિએ લોકલ આવક તળીયે છે. જરૂરીયાત પુરી કરવા માટે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા રાજ્યોમાંથી માલ મંગાવાય રહ્યા છે. ઘણા કિસ્સામાં લોકલમાં વરસાદ ન હોય અને અન્ય રાજ્યોમાં વરસાદ હોય જ્યારે પરિવહન મોડુ થવાથી માલ બગડી જવાનું જોખમ રહેતું હોવાથી જરૂરીયાત મુજબ જ માલ મંગાવવામાં આવી રહ્યો છે.

વરસાદી ચિંતા વચ્ચે શાકભાજીના ભાવમાં પણ 30-40 ટકાની તેજી રહી છે. કોથમરીનો 20 કિલોનો ભાવ 2000થી 3100 રહ્યો છે. કોબીજમાં 300 થી 500, ફ્લાવરના 529 થી 633, ગુવારના 708 થી 1254, ચોળાસીંગ 479 થી 1026, ટીંડોળાના 476 થી 1133, કારેલાના 426 થી 831, સરગવો 611 થી 1224, તુરીયાના 600 થી 1200 તથા મેથીના 2500 સુધીના ભાવ હતા.


Related Posts

Load more