ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોના મોત થયા હતા જે ઘટનાને આજે એક મહિનો પૂર્ણ થતો હોવાથી કોંગ્રેસ દ્વારા અડધા દિવસનું બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેથી મૃતકોને ન્યાય મળે અને તેની આત્માને શાંતિ મળે તેના માટે રાજકોટના વેપારીઓને તેમણે અપીલ કરી હતી. જેના ભાગરૂપે આજે સવારથી જ રાજકોટની મુખ્ય બજારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે અને કોંગ્રેસના આગેવાનો પણ લોકોને વિનંતી કરી અને બંધમાં જોડાવા માટે મુખ્ય બજારોમાં જોવા મળી રહ્યા છે અને કેટલાક વેપારી સંગઠનોએ આ બંધને સમર્થન પણ આપ્યું છે, તો કેટલીક ખાનગી શાળાઓ અને કોલેજો પણ સ્વયંભૂ આ બંધમાં જોડાઈ છે.કોંગ્રેસના નેતા અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ રાજકોટમાં છે, કોંગ્રેસના રાજકોટ બંધના એલાનમાં સ્વમંભૂ જોડાયેલા વેપારીઓ અને નાગરિકોને આભાર વ્યક્ત કરતા મેવાણીએ સરકાર પર અગ્નિકાંડની ઘટનાને લઈને આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતાં.