મધ્ય પૂર્વમાં સ્થિતિ અત્યંત વિસ્ફોટક બની ગઈ છે. અમેરિકા અને ઈઝરાયલના સંયુક્ત હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈના મોતના સમાચારની પુષ્ટિ બાદ હવે યુદ્ધની જ્વાળાઓ અન્ય દેશો સુધી પ્રસરી રહી છે. ઈરાકે પણ હવે આ જંગમાં ઝંપલાવ્યું છે.
ઈરાકની એન્ટ્રી અને અમેરિકન બેઝ પર હુમલો
તાજા અહેવાલો મુજબ, ઈરાકની ‘રેઝિસ્ટન્સ ફોર્સ’ એ ઈરાકી કુર્દિસ્તાનના એરબિલમાં આવેલા અમેરિકી સૈન્ય બેઝને નિશાન બનાવી હુમલા શરૂ કર્યા છે. ઈરાન પર થયેલા હુમલાના વિરોધમાં ઈરાકી દળોએ અમેરિકા સામે મોરચો ખોલ્યો છે.
ખામેનેઈના મોત બાદ ઈરાનમાં માતમ અને નવા સુપ્રીમ લીડરની વરણી
ઈરાની સ્ટેટ મીડિયા ‘પ્રેસ ટીવી’ એ ખામેનેઈના મોતની પુષ્ટિ કરી છે. તેહરાનના એંઘેલાબ સ્ક્વેર પર લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને શોક મનાવી રહ્યા છે. દેશમાં 40 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે. દરમિયાન, વચગાળાની લીડરશીપ કાઉન્સિલ (જેમાં રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયન અને ન્યાયતંત્રના વડા સામેલ છે) દેશની વ્યવસ્થા સંભાળશે. મજતબા ખામેનેઈને નવા સુપ્રીમ લીડર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
ઈરાનનો વળતો પ્રહાર: અમેરિકી રડાર સિસ્ટમ તબાહ
ઈરાનના IRGC એ દાવો કર્યો છે કે તેમણે કતારમાં આવેલા અમેરિકાના અત્યંત આધુનિક $1.1 બિલિયનના રડાર સિસ્ટમને મિસાઈલ હુમલામાં સંપૂર્ણપણે તબાહ કરી દીધું છે. આ સિસ્ટમ 5,000 કિમી સુધીની રેન્જ ધરાવતી હતી. આ ઉપરાંત, ઈરાને દાવો કર્યો છે કે તેમના વળતા પ્રહારમાં સેંકડો અમેરિકી સૈનિકો માર્યા ગયા છે.
US-Israel and Iran War LIVE UPDAT