મારી ગાડીમાં તારા ભાઈ અને કાકાની લાશ પડી છે’:કેશોદમાં બે પત્ની હોવા છતાં આરોપીએ યુવતીનું અપહરણ કર્યું,

By: Nation Gujarat Team
28 Feb, 2026

જૂનાગઢ જિલ્લાના કેશોદમાં માનવતાને શર્મશાર કરતી એક ઘટના સામે આવી છે, જેમાં એક રીઢા ગુનેગારે યુવતીને ડરાવી-ધમકાવી તેનું અપહરણ કર્યું અને ત્યાર બાદ અલગ અલગ સ્થળોએ લઈ જઈ તેની પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી ભરત ઉર્ફે ભૂરાની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

‘મારી ગાડીમાં તારા ભાઈ અને કાકાની લાશ પડી છે’ ઘટનાની વિગત એવી છે કે ગત 18 ફેબ્રુઆરીના રોજ ભોગ બનનારી યુવતી તેના કાકાના ઘરે હતી. આ દરમિયાન આરોપી ભરત ઉર્ફે ભૂરો કાંતિભાઈ ચાંચિયા ત્યાં ધસી આવ્યો હતો. તેણે યુવતીને માનસિક રીતે તોડી પાડવા માટે એક ભયાનક જૂઠું બોલ્યો હતો. આરોપીએ કહ્યું હતું કે “મારી ગાડીમાં તારા ભાઈ અને કાકાની લાશ પડી છે, તારે જોવું હોય તો આવીને જોઈ લે.”

આરોપીએ યુવતીને બળજબરી કારમાં બેસાડી પોતાનાં સ્વજનોના મોતના સમાચાર સાંભળી યુવતી હેબતાઈ ગઈ હતી અને સત્ય જાણવા માટે દોડતી ગાડી પાસે ગઈ હતી, જોકે ત્યાં કોઈ લાશ નહોતી. યુવતી કંઈ સમજે એ પહેલાં જ આરોપીએ તેને બળજબરીથી ગાડીમાં બેસાડી દીધી હતી. ​જ્યારે આ ઘટના બની ત્યારે યુવતીનાં કાકી તેને બચાવવા માટે વચ્ચે પડ્યાં હતાં તો આરોપીએ તેમને જોરદાર ઝાપટ મારી દીધી હતી

આરોપીએ યુવતીના સેંથામાં સિંદૂર ભર્યું અને ફોટોગ્રાફી કરી ત્યાર બાદ આરોપીએ કારમાં યુવતી બેસાડી અને ગાડી હંકારી મૂકી હતી. પરિવાર કંઈ કરે એ પહેલાં જ આરોપી નજર સામેથી ગાયબ થઈ ગયો હતો. અપહરણ કર્યા બાદ આરોપી યુવતીને મરડા સોનલધામ લઈ ગયો હતો. ત્યાં તેણે ધાર્મિક સ્થળની મર્યાદા લોપીને મંદિરના ગેટ પાસે જ યુવતીના સેંથામાં બળજબરીથી સિંદૂર ભરી દીધું હતું. આટલું જ નહીં, તેણે આ દૃશ્યોની ફોટોગ્રાફી પણ કરી હતી, જેથી ભવિષ્યમાં યુવતીને બ્લેકમેલ કરી શકાય.

ફાર્મહાઉસમાં લઈ યુવતી પર વારંવાર દુષ્કર્મ આચર્યું આરોપી યુવતીને પંચાળા અને મેંદરડા નજીક આવેલા એકાંત ફાર્મહાઉસમાં લઈ ગયો હતો. ત્યાં તેણે યુવતીની મરજી વિરુદ્ધ તેની પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું, યુવતી પર અત્યાચાર ગુજાર્યા બાદ, બીજા દિવસે સવારે તે યુવતીને કેશોદ ઉતારીને ફરાર થઈ ગયો હતો. જતી વખતે તેણે ધમકી આપી હતી કે જો આ વાત કોઈને કહી છે તો તારા આખા પરિવારને પતાવી દઈશ.

પોલીસે આરોપી ભરત ઉર્ફે ભૂરાને દબોચી લીધો કેશોદ પોલીસ સ્ટેશનના પીઆઈ પી.એ. જાદવે જણાવ્યું હતું કે ફરિયાદ મળતાંની સાથે જ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સોર્સના આધારે તપાસ તેજ કરવામાં આવી હતી. પોલીસે આરોપી ભરત ઉર્ફે ભૂરાને દબોચી લીધો છે. હાલ કેશોદ પોલીસે આ મામલે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીના અન્ય કોઈ સાગરીતો આમાં સામેલ છે કે કેમ એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે.


Related Posts

Load more