Maharashtra CM Oath Ceremony Live: મહારાષ્ટ્ર સ્થિત મુંબઈના આઝાદ મેદાનમાં આજે સાંજે નવી સરકાર શપથ લેશે. દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. જ્યારે અજિત પવાર અને એકનાથ શિંદે નાયાબ મુખ્યમંત્રી પદે શપથ ગ્રહણ કરશે તેવી જાહેરાત ગઈકાલે થઈ હતી. જો કે, બીજી તરફ એકનાથ શિંદેના વિવાદસ્પદ નિવેદને વધુ સસ્પેન્સ સર્જ્યું છે. વધુમાં આજે શિવસેનાના નિમંત્રણ પત્રમાં શિંદેના નામનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી. તેમાં માત્ર ફડણવીસનું નામ છે. એનસીપીના નિમંત્રણ પત્રમાં અજિત પવારનું નામ સ્પષ્ટપણે લખ્યું છે.
અડધો કલાકમાં ડેપ્યુટી સીએમ પદ માટે નિર્ણય
એકનાથ શિંદેની શિવસેનાના ધારાસભ્ય ઉદય સામંતે જણાવ્યું છે કે, અમારા ધારાસભ્યોના મંત્રી પદ માટે નામ જાહેર થઈ રહ્યા છે. જે ખોટા છે. અમે એકનાથ શિંદેને વિનંતી કરી છે કે, તે ડેપ્યુટી સીએમ બને અને આજે સાંજે શપથ લે. આ મુદ્દે શિંદે હમણાં અડધા-એક કલાકમાં નિર્ણય લેશે. જો તેઓ ડેપ્યુટી સીએમ નહીં બને તો અમને પણ કોઈ મંત્રી પદ નહીં સ્વીકારીએ. અમારામાંથી કોઈ મંત્રી નહીં બને.
2.13 PM
એકનાથ શિંદેનું નામ નહીં
મહારાષ્ટ્રની નવી સરકારની આજે સાંજે શપથવિધિના આમંત્રણો લોકોને અપાઈ ચૂક્યા છે. જેમાં શિવસેનાની નિમંત્રણ પત્રમાં શિંદેનું નામ નથી, માત્ર ફડણવીસનું નામ છે. જ્યારે એનસીપીની નિમંત્રણ પત્રમાં અજિત પવારના નામનો સ્પષ્ટ ઉલ્લેખ થયો છે. જે રાજકારણમાં અંદરોઅંદર ઘમસાણ ચાલી રહ્યું હોવાના સંકેતો આપે છે.