Mohan Bhagwat on Education System: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવતે પહેલાં મંદિર-મસ્જિદના નવા મુદ્દા ઉઠાવવા પર નારાજગી વ્યક્ત કરી હતી. હવે ભાગવતે હાલની શિક્ષણ પ્રણાલી પર સવાલ કર્યા છે. આરએસએસ પ્રમુખે કહ્યું કે, શિક્ષણ પ્રણાલી એ શીખવામાં અડચણ નહીં પરંતુ સુવિધા આપવાના રૂપે કામ કરવું જોઈએ. સિસ્ટમે બદલાતા સમય સાથે તાલમેલ બેસાડીને પાયાના મૂલ્યોને સાચવી રાખવા પણ જરૂરી છે.
શિક્ષા કોઈ વ્યવસાય નથી
બાનેરમાં લોકસેવા ઈ સ્કૂલનું ઉદ્ઘાટન કરવા પહોંચેલા આરએસએસ પ્રમુખે આ વાત પર ભાર આપ્યો કે, શિક્ષા કોઈ વ્યવસાય નથી. પરંતુ, સારા માણસો બનવા માટેનું એક વ્રત છે. શિક્ષણ પ્રણાલીએ શીખવામાં અડચણ નહીં પરંતુ સુવિધા પ્રદાન કરવાના રૂપે કામ કરવું જોઈએ. આપણે આધુનિક અને પ્રાચીનને એક સાથે રાખવાની જરૂર છે, જેના માટે તમામ લોકોએ યોગદાન આપવું જોઈએ. શિક્ષાને એક માળખામાં મર્યાદિત ન રાખવી જોઈએ, પરંતુ સમગ્ર હોવી જોઈએ, જેને સમગ્ર સમાજને સંરક્ષિત કરવી જોઈએ
ફક્ત નિયમનકાર તરીકે ન કામ કરે શિક્ષણ પ્રણાલી
મોહન ભાગવતે આ વિશે કહ્યું કે, શિક્ષણ પ્રણાલીને ફક્ત નિયમનકારના રૂપે કામ કરવાને બદલે વિદ્યાર્થીઓને સશક્ત બનાવવાના સાધન રૂપે કામ કરવું જોઈએ. તેઓએ કહ્યું કે, શિક્ષણ પ્રણાલી સુચારું સંચાલન સુનિશ્ચિત કરવા પર કેન્દ્રિત હોવી જોઈએ, ન કે ‘શું કરવું અને શું ન કરવું’ લાગુ કરવા પર.
રાષ્ટ્રીય શિક્ષા નીતિના કર્યા વખાણ
રાષ્ટ્રીય શિક્ષા નીતિ(એનઈપી)ના વખાણ કરતાં આરએસએસ પ્રમુખે કહ્યું કે, તેને ભલે હાલ રજૂ કરવામાં આવ્યું હોય, પરંતુ આ પ્રકારની પ્રણાલી માટે ચર્ચા અનેક વર્ષોથી ચાલી રહી છે. તેઓએ કહ્યું કે, ઘણી સ્કૂલ લાંબા સમયથી ‘મૂલ્ય આધારિત’ શિક્ષણ પ્રણાલી પર કામ કરી રહી છે. નવી શિક્ષણ પ્રણાલી સંપૂર્ણ રીતે લાગુ કરવામાં આવશે અને આ દેશને ઇચ્છીત સ્વપ્ન તરફ લઈ જશે. આપણે સમયાનુસાર, પોતાને બદલવાની જરૂર છે. પરંતુ, આવું કરતાં સમયે આપણે આપણાં મૂળ મૂલ્યો સાથે જોડાયેલા રહીએ તે પણ સુનિશ્ચિત કરવું જરૂરી છે.