ભૂખ મારીને વજન ઓછું કરવાની ભૂલ ન કરવી, ડાયટિંગ શરુ કર્યા પછી દેખાતા 5 લક્ષણો હોય છે Warning Signs

By: Nation Gujarat Team
18 Jul, 2026

Starving Side Effects: શરીરનું વજન વધી ગયું હોય તો તેને ઘટાડવા માટે સંતુલિત ડાયેટ ફોલો કરવી જોઈએ. ઘણા લોકો ઇન્ટરનેટ પર અધુરી જાણકારીવાળા વિડીયો જોઈને ભૂખ્યા રહેવાનું શરૂ કરી દે છે. ભૂખ્યા  રહેવું અને ડાયટિંગમાં જમીન આસમાનનું અંતર હોય છે. ઘણા લોકો એવા હોય છે જે ડાયટિંગ કરતા હોય તેમ છતાં વજન ઘટતું ન હોય તેનું મુખ્ય કારણ હોય કે તેઓ સંતુલિત આહાર લેવાને બદલે ભૂખ મારતા હોય છે. જ્યારે આવી ભૂલ કરવામાં આવે ત્યારે શરીર કેટલાક સંકેતો આપવા લાગે છે. આ સંકેતો જોવા મળતા હોય તો સમજી લેવું કે તમે પ્રોપર ડાયટ પ્લાન ફોલો કરતા નથી અને ભૂલ કરી રહ્યા છો.

વધતા વજનથી પરેશાન લોકો કંઈ પણ કરીને ઝડપથી વજન ઓછું કરવા માંગતા હોય છે. તેના માટે એક્સરસાઇઝ કરવાથી લઈને અલગ અલગ પ્રકારના ડાયટ પ્લાન ફોલો કરવા સુધીના ઉપાય લોકો કરતા હોય છે. ડાયટિંગ કરવામાં કેટલાક લોકો મોટી ભૂલ કરે છે જેનું પરિણામ ગંભીર બીમારીના સ્વરૂપમાં ભોગવવું પડી શકે છે. વજન ઓછું કરવાની સુરક્ષિત રીત છે સંતુલિત આહાર લેવો, એક્સરસાઇઝ કરવી, પૂરતું પાણી પીવું અને બરાબર ઊંઘ કરવી. પરંતુ ઘણા લોકો ફક્ત ભૂખ્યા રહીને વજન ઘટાડવાનું શરૂ કરી દે છે. જ્યારે શરીરનું વજન ખોટી રીતે ઓછું થતું હોય ત્યારે શરીરમાં આવા ફેરફારો દેખાવા લાગે છે.

સ્કિન ડલ થઈ જવી અને વાળ ખરવા 

જ્યારે તમે ભૂખ્યા રહેવા લાગો છો તો તેની અસર વાળ અને સ્કીન પર સૌથી પહેલા દેખાવા લાગે છે. ભોજન અચાનક ઓછું કરી દેવાથી શરીરને જરૂરી પોષણ મળતું નથી જેના સ્કિન ડલ થઈ જાય છે અને વાળ ખરવા લાગે છે. જો તમારા વાળ અને સ્કિન ડલ થઈ રહ્યા હોય તો ભૂખ્યા રહેવાનું છોડો અને નિષ્ણાંતની સલાહ લઈને યોગ્ય ડાયટ પ્લાન બનાવો.

સતત ખાવાના વિચાર આવવા 

જ્યારે તમે ભૂખ મારીને વજન ઘટાડવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે મગજમાં સતત ખાવા પીવાના જ વિચાર આવતા હોય છે. વારંવાર કઈ ખાવાની ક્રેવિંગ થાય છે.. વસ્તુ ખાધા પછી પણ મન ભરાતું નથી.. આ લક્ષણ જણાવે છે કે શરીરને જરૂરી એનર્જી મળી રહી નથી અને તેનો અર્થ છે કે તમે જે ડાયટ ફોલો કરો છો તે તમારા શરીર માટે યોગ્ય નથી.

થાક અને ચીડીયાપણું

ડાયટિંગ શરૂ કર્યા પછી જો તમને શરીરમાં થાકનો અનુભવ થતો હોય, વર્કઆઉટ કરવાની શક્તિ પણ ન રહેતી હોય તો સમજી લેજો કે તમે જે ડાયટ ફોલો કરો છો તે યોગ્ય નથી. વજન ઓછું કરવું હોય તો પણ પૂરતા પ્રમાણમાં કેલેરી લેવી જરૂરી છે. જ્યારે તમે અચાનક ખોરાક ઘટાડી નાખો છો તો શરીરને કેલેરી ઓછી મળે છે અને શરીરમાં ઉર્જા રહેતી નથી જેના કારણે થાક રહે છે અને સ્વભાવ પણ ચીડીયો થઈ જાય છે.

માસિક અનિયમિત થવું 

મહિલાઓ વજન ઓછું કરવા માટે ખોટો ડાયટ પ્લાન ફોલો કરવા લાગે તો તેની અસર માસિક પર પણ પડે છે. જ્યારે તમે વજન ઓછું કરવા માટે ભૂખ્યા રહેવાનું શરૂ કરી દો છો તો હોર્મોન અસંતુલિત થઈ જાય છે તેના કારણે માસિક અનિયમિત થઈ શકે છે.

કબજિયાત અને એસિડિટી 

ડાયટિંગ શરૂ કર્યા પછી કબજિયાત અને એસિડિટીની સમસ્યા થવા લાગે તો તેને ઇગ્નોર કરવાની ભૂલ કરવી નહીં. પેટ સાફ ન થતું હોય અને એસિડિટી થતી હોય તો તેનો મતલબ છે કે તમારા આહારમાં ફાઇબર ઓછું છે, પાણી ઓછું છે. આ બંને વસ્તુ પાચનતંત્રને પ્રભાવિત કરે છે. તેથી કોઈ ડાયટ પ્લાન ફોલો કર્યા પછી કબજિયાત કે એસિડિટીની સમસ્યા રહેવા લાગે તો તુરંત જ ડાયટ પ્લાન ફોલો કરવાનું બંધ કરજો નહીં તો શરીરને ગંભીર નુકસાન થઈ જશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. nationfgujarat.com તેની પુષ્ટિ કરતું નથી.)


Related Posts

Load more