ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ આજે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 353 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટીમ ઈન્ડિયા 66 રનથી હારી ગયુ છે
BATTING | R | B | 4s | 6s | SR | |
---|---|---|---|---|---|---|
c & b Maxwell | 81 | 57 | 5 | 6 | 142.10 | |
c Labuschagne b Maxwell | 18 | 30 | 1 | 1 | 60.00 | |
c Smith b Maxwell | 56 | 61 | 5 | 1 | 91.80 | |
b Maxwell | 48 | 43 | 1 | 2 | 111.62 | |
c †Carey b Starc | 26 | 30 | 2 | 0 | 86.66 | |
c Maxwell b Hazlewood | 8 | 7 | 1 | 0 | 114.28 | |
lbw b Sangha | 35 | 36 | 3 | 1 | 97.22 | |
b Hazlewood | 2 | 12 | 0 | 0 | 16.66 | |
c Labuschagne b Cummins | 5 | 11 | 1 | 0 | 45.45 | |
c Cummins b Green | 1 | 8 | 0 | 0 | 12.50 | |
not out | 0 | 3 | 0 | 0 | 0.00 | |
Extras | (lb 1, w 5) | 6 |
ભારતીય ટીમની પહેલી વિકેટ પડી હતી. ગ્લેન મેક્સવેલે વોશિંગ્ટન સુંદરને 18 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ કર્યો હતો. મેક્સવેલે રોહિત શર્માને આઉટ કર્યો હતો. રોહિત 81 રને આઉટ થયો હતો. મેક્સવેલે ત્રીજી વિકેટ લેતા કોહલીની 66 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ કર્યો હતો. મિચેલ સ્ટાર્કે ઓસ્ટ્રેલિયાને ચોથી સફળતા અપાવતા કેએલ રાહુલને આઉટ કર્યો હતો. હેઝલવૂડે સૂર્યકુમાર યાદવને આઉટ કર્યો હતો. મેક્સવેલે ચોથી વિકેટ ઝડપતા શ્રેયસ અય્યરને આઉટ કર્યો હતો.
વિરાટ કોહલીએ 66મી અડધી સદી ફટકારી
વિરાટ કોહલીએ પોતાની વન-ડે કારકિર્દીની 66મી ફિફ્ટી ફટકારી હતી. તેણે 61 બોલમાં 56 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં કોહલીએ 91.80ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા.
રોહિતની 52મી ફિફ્ટી
કેપ્ટન રોહિત શર્માએ પોતાની ODI કારકિર્દીની 52મી ફિફ્ટી ફટકારી હતી. તે 142.11ના સ્ટ્રાઈક રેટથી 57 બોલમાં 81 રન બનાવીને આઉટ થયો હતો. તેને મેક્સવેલે આઉટ કર્યો હતો.
આવી રીતે પડી ટીમ ઈન્ડિયાની વિકેટ…
પહેલી: 11મી ઓવરના પાંચમા બોલે મેક્સવેલે આઉટ સાઇડ ઑફ સ્ટમ્પ પર બોલ નાખ્યો, જેને સુંદરે કવર ઉપરથી લૉફ્ટેડ શોટ માર્યો, પણ બાઉન્ડરી પર ઊભેલા માર્નસ લાબુશેને શાનદાર સ્લાઇડિંગ કેચ કર્યો હતો.
બીજી: 21મી ઓવરે ગ્લેન મેક્સવેલે શોર્ટ બોલ નાખ્યો, જેને રોહિત બેકફૂટ પર જઈને સીધો રમ્યો, પણ બોલર મેક્સવેલે ચપળતા બતાવતા એકહાથે ગજબનો કેચ કરી લીધો હતો.
ત્રીજી: 27મી ઓવરના પાંચમા બોલે મેક્સવેલે શોર્ટ બોલ નાખ્યો, જેને કોહલી બેકફૂટ પર જઈને ડીપ મિડ વિકેટ પર મારવા ગયો, પણ મિસ ટાઇમ થઈ જતા સર્કલની અંદર જ પાછળ દોડીને સ્ટીવ સ્મિથે કેચ કરી લીધો હતો.
ચોથી: 36મી ઓવરના પાંચમા બોલે સ્ટાર્કે સ્લોઅર બોલ નાખ્યો, જેને રાહુલ લાંબો શોટ મારવા ગયો, પણ એડ્જ વાગતા ખૂબ જ હવામાં ગયો હતો, જેને વિકેટકીપર એલેક્સ કેરીએ શાનદાર રીતે કેચ કરી લીધો હતો.
પાંચમી: 38મી ઓવરના બીજા બોલે હેઝલવુડે શોર્ટ પિચ બોલ નાખ્યો, જેને સૂર્યકુમાર યાદવ મિડ વિકેટ ઉપરથી મારવા ગયો, પણ ટાઇમ ન થતા સર્કલની અંદર જ ગ્લેન મેક્સવેલે કેચ કર્યો હતો.
છઠ્ઠી: 39મી ઓવરના ત્રીજા બોલે મેક્સવેલે લેન્થ બોલ નાખ્યો, જે સીધો રહી જતા અય્યરથી મિસ થઈ ગયો અને તે બોલ્ડ થયો હતો.
સાતમી: 42મી ઓવરના પાંચમા બોલે હેઝલવુડ રાઉન્ડ ધ વિકેટ બોલિંગ કરી, જેમાં તેણે શોર્ટ પિચ બોલ નાખ્યો, જેને કુલદીપ યાદવ પુલ રમવા ગયો, પણ એડ્જ વાગતા બોલ્ડ થયો હતો.
આઠમી: 46મી ઓવરના ત્રીજા બોલે પેટ કમિન્સે લેન્થ બોલ નાખ્યો, જેને બુમરાહે ડીપ મિડ વિકેટ સાઇડ હવામાં શોટ માર્યો, પણ ટાઇમિંગ ન હોવાથી ડીપ સ્ક્વેર લેગ પર માર્નસ લાબુશેને કેચ કર્યો હતો.