બોલો લ્યો, યુવતીને ખબર જ ન હતી અને તેના લગ્નની નોંધણી થઈ ગઈ! પંચમહાલ બોગસ લગ્ન નોંધણી કેસમાં મોટો ખુલાસો

By: nationgujarat
17 May, 2024

ગોધરા: સતત બે દિવસથી ચર્ચામાં આવેલા પંચમહાલ બોગસ લગ્ન નોંધણી કૌભાંડ કેસને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ગોધરા શહેરાના ભદ્દાલા ગામના તલાટી દ્વારા બોગસ લગ્ન કરાવી આપવાના કૌભાંડનો રેલો હવે અરવલ્લીના ભિલોડાના ટાકાટુકા ગામ સુધી પહોંચ્યો છે. જ્યાં એક યુવકે યુવતીની ગેરહાજરીમાં જ બોગસ લગ્ન નોંધણી કરાવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

લવ મેરેજ કરનાર યુવતીના મામાએ આ અંગે મોટો ખુલાસો કર્યો છે કે, યુવકે યુવતીની ગેરહાજરીમાં ભદ્દાલા ગામના તલાટી પાસે આ મેરેજની ખોટી નોંધણી કરાવી છે. બોગસ સાક્ષી, બોગસ નોટરી કરાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તલાટી પી.એમ.પરમારે 20 હજાર લઈને આ લગ્નની બોગસ નોંધણી કરી હતી.

જણાવી દઈએ કે, તલાટી પી.એમ.પરમારે બોગસ રીતે માત્ર એક જ મહિનામાં 100 લગ્ન નોંધાયા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. જયારે એક જ પદ્ધતિથી 6 મહિનામાં 571 થી વધુ બોગસ નોંધણી કરવામાં આવી છે.હાલ તો આ મામલે TDO દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને તલાટીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ મામલે શહેરા TDOએ તપાસ શરૂ કરી છે અને આનો રિપોર્ટ Dy.DDOને રિપોર્ટ સોંપવામા આવશે.


Related Posts

Load more