પેપરલીક મુદ્દે ભારે વિરોધ પ્રદર્શન અને હિંસા વચ્ચે મોદી સરકારે લીધો મોટો નિર્ણય

By: Nation Gujarat Team
23 Jul, 2026

નીટ પેપરલીક બાદ થયેલા વિરોધ પ્રદર્શન અને હિંસા વચ્ચે પીએમ મોદીએ પેપરલીક મુદ્દે મોટું એલાન કર્યું છે. તેમણે કહ્યું કે પેપર લીકમાં સામેલ દોષિતોને જેમ બને તેમ જલદી સજા અપાવવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવામાં આવશે. તેમણે સંબંધિત વિભાગોને આ દિશામાં જરૂરી પગલું ભરવાના પણ નિર્દેશ આપ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, દેશના યુવાઓના હિત અને તેમનું ભવિષ્ય સરકારની સૌથી મોટી પ્રાથમિકતા છે.

પીએમ મોદીએ શેર કરી પોસ્ટ
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ જાણકારી આપી છે.  તેમણે લખ્યું છે કે આપણા યુવાઓના  કલ્યાણ અને ભવિષ્યથી મોટું કશું જ નથી. જેને ધ્યાનમાં રાખતા સરકારે નિર્ણય લીધો છે કે પેપર લીક સંબંધિત કેસોની સુનાવણી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવામાં આવશે. આ કોર્ટોનો હેતુ એ હશે કે પેપર લીકના દોષિતોને જલદી અને કડક સજા મળી શકે. કેસોની પતાવટમાં વિલંબ ન થાય તે માટે આ પગલું લેવાઈ રહ્યું છે.

પીએમ મોદીએ જણાવ્યું કે તેમણે સંબંધિત અધિકારીઓ અને વિભાગોને આ અંગે જરૂરી નિર્દેશ આપી દીધા છે. તેમને કહેવાયું છે કે તેઓ આ નિર્ણયને લાગૂ કરવા માટે તમામ જરૂરી કાર્યવાહી કરે. પીએમ મોદીએ તેને વિદ્યાર્થીઓના હિતમાં સરકાર દ્વારા લેવાઈ રહેલા પગલાંની એક કડી ગણાવ્યું છે. તેમણે કહ્યું કે આ નિર્ણય વિદ્યાર્થીઓના હિતોની સુરક્ષા માટે સરકાર તરફથી સતત ચાલતી કોશિશોનો ભાગ છે.

સાથે સાથે ચેતવણી પણ ઉચ્ચારી
પોતાના નિવેદનમાં પીએમ મોદીએ સ્પષ્ટ ચેતવણી પણ ઉચ્ચારી. તેમણે કહ્યું કે જે લોકો યુવાઓના ભવિષ્ય સાથે રમત કરવાની કોશિશ કરશે તેમને છોડવામાં નહીં આવે. તેમણે દોહરાવ્યું કે દેશના યુવાઓના હિત અને તેમનું ભવિષ્ય સરકારની સૌથી મોટી પ્રાથમિકતા છે. તેમણે કહ્યું કે પેપર લીકના તમામ કેસોમાં દોષિતોને જેમ બને તેમ જલદી કઠોર સજા અપાવવા માટે જ  ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવામાં આવશે.

પીએમ મોદીની સોશિયલ મીડિયા પોસ્ટ વિદ્યાર્થીઓ અને અભ્યર્થીઓ માટે રાહત ભર્યા સમાચાર તરીકે જોવામાં આવી રહી છે. કારણ કે પેપર લીકની ઘટનાઓ સતત યુવાઓ માટે ચિંતાનો વિષય બનેલી છે. સરકારનું કહેવું છે કે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનવાથી આવા કેસોમાં જલદી નિર્ણય આવી શકશે અને દોષિતોને કડક સજા મળવાનો રસ્તો સાફ થશે.

રાહુલ ગાંધીનો પલટવાર
પીએમ મોદીના પેપર લીક કેસોમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાના એલાન બાદ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ તેમના પર નિશાન સાંદ્યું. તેમણે આરોપ લગાવ્યો કે સરકારે શિક્ષણ વ્યવસ્થાને નુકસાન પહોંચાડ્યું અને વિદ્યાર્થીઓની 3 માંગણીઓ પર દોહરાવી. તેમણે એમ પણ કહ્યું કે આપણા યુવાઓના ભવિષ્યને સૌથી વધુ નુકસાન તો તમે પહોંચાડ્યું છે. તેમણે એવો પણ આરોપ  લગાવ્યો કે સરકારે શિક્ષણ વ્યવસ્થા પર કબજો  થવા દીધો, તેને બરબાદ થવા દીધી અને તેના માટે જવાબદાર લોકોને સંરક્ષણ આપ્યું.


Related Posts

Load more