દિવાળી ટાણે જ રસોડાના બજેટ પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. ગુજરાત ગેસ દ્વારા ઘરેલું પીએનજી ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ નવા ભાવ વધારાની સીધી અસર સુરતના લાખો પરિવારો પર પડશે. તારીખ 3 સપ્ટેમ્બરથી આ નવો દર અમલ કરવીમાં આવ્યો છે.
અગાઉ ઘરેલું ગેસનો ભાવ પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર (SCM) 49.3 રૂપિયા હતો. આ ભાવમાં 1.19 રૂપિયાનો વધારો થતાં હવે નવો ભાવ 50.22 રૂપિયા પ્રતિ એસસીએમ થયો છે. રોજિંદી ચીજવસ્તુઓની મોંઘવારી વચ્ચે ગેસના ભાવ વધવાથી સામાન્ય લોકોની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે.
ગ્રાહકો પર અસર
આ ભાવ વધારાની સીધી અસર સુરત શહેર અને જિલ્લાના ગ્રાહકો પર પડશે. સુરતમાં 7.50 લાખથી વધુ ઘરેલું ગ્રાહકો પીએનજી ગેસ કનેક્શનનો ઉપયોગ કરે છે. તહેવારોની મોસમ શરૂ થવાની છે ત્યારે જ ગેસ મોંઘો થવાથી લોકોના માસિક બજેટ પર આર્થિક ભાર વધ્યો છે.
ભાવ વધારા પાછળનું કારણ
વૈશ્વિક સ્તરે ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિ આ ભાવ વધારા માટે જવાબદાર છે. વિશ્વભરમાં પ્રવર્તતી ઉર્જા કટોકટી અને તંગદિલીના વાતાવરણને કારણે ગેસના ભાવમાં આ ફેરફાર કરવામાં આવ્યો છે તેમ કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે.