Related Posts
પાલિકા-પંચાયતની ચૂંટણી માટે અંતે ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત શરૂ કરી છે. સૌ પ્રથમ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની તમામ બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત અરવલ્લી જિલ્લામાં જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતા ઉમેદવારોના નામ ની યાદી જાહેર કરી છે. અરવલ્લી જિલ્લાની મોડાસા નગરપાલિકાના 6 વોર્ડના 24 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત મોડાસા તાલુકા પંચાયતના 20, ભીલોડા તાલુકા પંચાયતના 20, બાયડ તાલુકા પંચાયતના 18, માલપુર તાલુકા પંચાયતના 16, મેઘરજ તાલુકા પંચાયતના 22, શામળાજી તાલુકા પંચાયતના 16 અને સાઠંબા તાલુકા પંચાયતના 16 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેની યાદી નીચે મુજબ છે.