નેપાળમાં કોમી હિંસા ભડકી: ભારત સરહદે આવેલા બે જિલ્લામાં અનિશ્ચિત મુદત સુધી કરફ્યુ

By: Nation Gujarat Team
30 Jul, 2026

Nepal Communal Violence: નેપાળના સુનસરી જિલ્લાના કપ્તાનગંજ વિસ્તારમાં બે સમુદાયો વચ્ચે થયેલી હિંસક ઝડપ અન્ય વિસ્તારોમાં ફેલાતી અટકાવવા માટે તંત્રએ મોટો નિર્ણય લીધો છે. પરિસ્થિતિ ગંભીર બનતાં સિરાહામાં ગુરુવારે બપોરે 2 વાગ્યાથી અનિશ્ચિત મુદતનો કરફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે.

નોંધનીય છે કે સુનસરી અને સિરાહા બંને જિલ્લાઓ ભારતના બિહાર રાજ્યની સરહદને અડીને આવેલા છે. સિરાહાના મુખ્ય જિલ્લા અધિકારી સુરેન્દ્ર પૌડેલે સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ આ આદેશ આપ્યો છે.

કેવી રીતે શરૂ થયો આ વિવાદ?

ઘટનાની વિગત મુજબ, 26 જુલાઈના રોજ એક સમુદાયના લોકો પવિત્ર જળ લઈને યાત્રા કાઢી રહ્યા હતા.

  • ડીજે સંગીત પર વિવાદ: યાત્રા દરમિયાન મોટેથી વાગતા ડીજે સંગીત સામે અન્ય સમુદાયના કેટલાક લોકોએ વાંધો ઉઠાવ્યો હતો.
  • હિંસક ઝડપ: શરૂઆતમાં થયેલી બોલાચાલી જોતજોતામાં હિંસક ઘર્ષણમાં પરિણમી હતી. બંને પક્ષોમાંથી મોટા ટોળા લાકડીઓ, પથ્થરો, વાંસ અને લોખંડના સળિયા જેવા શસ્ત્રો સાથે સામસામે આવી ગયા હતા.
  • પોલીસ ગોળીબાર: પરિસ્થિતિ પર કાબૂ મેળવવા પોલીસે કરેલા ગોળીબારમાં એક યુવકનું મોત નિપજ્યું હતું.

Related Posts

Load more