નીતિન પટેલે કાઢ્યો બળાપો, કહ્યું – તમે આજ કાલના આવેલા અમને શીખવાડશો?

By: nationgujarat
13 Mar, 2024

Nitin Patel: કડી ખાતે નગરપાલિકાનાં લોકાર્પણ કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જૂથવાદનો સ્વીકાર કર્યો છે. ચુંટણીની ખાનગી માહિતીનો નીતિન પટેલે બળાપો કાઢ્યો છે. નીતિન પટેલે કહ્યું કે, આજ કાલમાં આવેલા શીખવાડે છે. કડીમાં ભાજપનો જૂથવાદ નીતિન પટેલે જાહેર મંચ પર સ્વીકાર્યો છે. શું નીતિન પટેલનું કડીમાં ચાલતું નથી ? તે એક મોટો સવાલ છે.

કડી પાલિકાના કાર્યક્રમમાં નીતિન પટેલે બળાપો ઠાલવતાં કહ્યું કે, ચુંટણીમાં મે કહ્યું ભરત ને મદદ કરો, મને કહેવાયું ભરત ના ચાલે. તમે આજકાલ ના આવેલા, આજકાલના કડીને જાણતા થયેલા, કડીમાં કાઈ તમને ખબર નથી. તમે આજ કાલના આવેલા અમને શીખવાડશો?

કડીમાં કયો કાર્યકર ચાલે અને કયો કાર્યકર ના ચાલે એની મારા જેટલી કોઈને ખબર નહિ હોય. કોઈ ચમચાગીરી નહિ કરવાની પણ તટસ્થતાથી કામ કરવાનું. પ્રજા મારી જોડે છે, મારે કાઈ લેવાનું નથી કે ચુંટણી લડવાની નથી, હું ઉમેદવાર નથી એ જાહેર કરી દીધું છે.

મહેસાણા જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ ભરત પટેલ નીચે બેઠા છે અને અમુક લોકો કહે મને મંચ પર ના બેસાડ્યા. નીતિન પટેલે કહ્યું કે, કદી અભિમાન ના રાખવું જોઈએ. ઘરનો શીરો ખીચડી જેવો લાગે, પારકાની ગંદી ખીચડી માવા જેવી લાગે. હું ભાજપનો વર્ષો થી કાર્યકર છું કશું ન હતો ત્યારનો કાર્યકર છું. આતો અત્યારે ભાજપમાં ભરતી મેળો ચાલે છે, આવો જ આવો ચાલે છે. અમે તો માર ખાઈ ખાઈ ને મારી ગયાં.


Related Posts

Load more