દિલ્હીના રામલીલા મેદાનમાં આજે વિપક્ષની મહારેલી,4000 પોલીસકર્મી તહેનાત

By: Nation Gujarat Team
01 Nov, 2026

આજે પાટનગર દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાન ખાતે વિપક્ષી ગઠબંધન ‘INDIA’ ની મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજી, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ સહિત વિપક્ષના તમામ ટોચના નેતાઓ, કાર્યકર્તાઓ, વિદ્યાર્થી સંગઠનો અને નાગરિક સમાજના પ્રતિનિધિઓ આ રેલીમાં ભાગ લઈ રહ્યા છે.

મહારેલીને પગલે રામલીલા મેદાન અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષાચક્ર મજબૂત કરી દેવામાં આવ્યું છે. દિલ્હી પોલીસ અને પેરામિલિટરી ફોર્સિસ એલર્ટ મોડ પર છે.

વહેલી સવારથી જ દેશના વિવિધ ભાગોમાંથી કાર્યકર્તાઓ રામલીલા મેદાન ખાતે પહોંચવા લાગ્યા છે.

સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી મધ્ય દિલ્હીના અનેક રૂટ ડાયવર્ટ કરાયા છે. ITO, દિલ્હી ગેટ, રાજઘાટ, અજમેરી ગેટ અને તુર્કમાન ગેટ સહિતના વિસ્તારોમાં ટ્રાફિકમાં ફેરફાર કરાયો છે. જવાહરલાલ નેહરુ માર્ગ, બહાદુરશાહ ઝફર માર્ગ, મિંટો રોડથી બચવા સલાહ અપાઈ છે. LNJP અને GB પંત હોસ્પિટલ માટે એમ્બ્યુલન્સ અને ઈમરજન્સી વાહનો માટે ખાસ કોરિડોર બનાવાયો છે

હરિયાણાના ભિવાનીથી ‘ઇન્ડિયા’ બ્લોકના કાર્યકર્તાઓ દિલ્હી માટે રવાના થઈ ગયા છે (160 બસો અને 553 નાના વાહનો મારફતે હજારો કાર્યકર્તાઓ પહોંચી રહ્યા છે). દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને પણ નેતાઓની હિલચાલ તેજ થઈ ગઈ છે.

દિલ્હી પોલીસે સમગ્ર રામલીલા મેદાનને 14 સુરક્ષા ઝોનમાં વહેંચી દીધું છે. દરેક ઝોનની કમાન ACP રેન્કના અધિકારી સંભાળી રહ્યા છે. 4000 થી વધુ પોલીસકર્મીઓ અને CAPF ની ટુકડીઓ ખડેપગે છે. કેન્દ્ર સરકારે દિલ્હીમાં સીએપીએફ (CAPF) ની 270 કંપનીઓની તૈનાતી 16 નવેમ્બર સુધી લંબાવી છે.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score