World Ice Cream Day 2026: આજ એટલે કે 19 જુલાઈ 2026ના દુનિયાભરમાં World Ice Cream Day ની ઉજવણી કરવામાં આવી રહી છે. આઈસ્ક્રીમ નાનાથી લઈને મોટા બધાને પસંદ હોય છે. પરંતુ આજે અમે તમને જણાવીશું કે શું ડાયાબિટીસના દર્દીઓએ આઈસ્ક્રીમ ખાવી જોઈએ કે નહીં?
દુનિયાભરમાં આઈસ્ક્રીમ પ્રેમીઓ માટે સૌથી ખાસ દિવસ મનાવવામાં આવે છે. આ તકે લોકો પોતાની મનપસંદ ફ્લેવરની આઈસ્ક્રીમનો આનંદ લે છે, પરંતુ ડાયાબિટીસના દર્દીઓના મનમાં હંમેશા એક સવાલ રહે છે કે શું તેણે આઈસ્ક્રીમ ખાવી જોઈએ કે નહીં? કે કેટલીક સાવચેતી સાથે તેનો સ્વાદ લઈ શકાય છે? જો તમારા ઘરમાં કોઈ ડાયાબિટીસથી પીડિત છે કે તમે આ બીમારીનો સામનો કરી રહ્યાં છો તો આવો જાણીએ તમારે આઈસ્ક્રીમ ખાવી જોઈએ કે નહીં?
શું ડાયાબિટીસના દર્દી આઈસ્ક્રીમ ખાઈ શકે?
આજકાલ ઘણા લોકો ડાયાબિટીસની સમસ્યાથી પીડિત છે અને તેવામાં તેના મનમાં ઘણા સવાલ આવે છે કે શું ડાયાબિટીસના દર્દી આઈસ્ક્રીમનું સેવન કરી શકે છે? તમારે હંમેશા માટે આઈસ્ક્રીમ છોડવાની નથી, પરંતુ તમે તેને યોગ્ય માત્રા, સમય અને યોગ્ય રીતે ખાઈ શકો છો. દરરોજ કે વધુ માત્રામાં તેનું સેવન કરવાનું નથી, બાકી બ્લડ સુગર ઝડપથી વધે છે. આઈસ્ક્રીમમાં સુગર, સેચુરેટેડ ફેટ અને કેલેરીની માત્રા વધુ હોય છે, તેથી તેનું સેવન સુગર લેવલ વધારે છે.