ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર: માવઠાથી થયેલા નુકસાનની સહાય ચૂકવવા સૈદ્ધાંતિક નિર્ણય

By: nationgujarat
29 Oct, 2025

Government farmer relief package: રાજ્યના વિવિધ વિસ્તારોમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી થઈ રહેલા કમોસમી વરસાદને (Unseasonal Rain) કારણે કૃષિ પાકોને (Crop Damage) મોટા પાયે નુકસાની થઈ હોવાના અહેવાલો મળી રહ્યા છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે અસરગ્રસ્ત ખેડૂતોને વહેલી તકે સહાય ચૂકવવા માટે કમર કસી છે.

કેબિનેટ બેઠકમાં વિસ્તૃત ચર્ચા અને સૈદ્ધાંતિક નિર્ણય
આજે મળેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનની સ્થિતિ અને ખેડૂતોને ચૂકવવાની થતી સહાય અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સરકાર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયેલા મંત્રીઓએ પણ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. “પાક નુકસાનીના સર્વેનો રિપોર્ટ આવ્યા બાદ ખેડૂતોને નુકસાની સહાય જાહેર કરવામાં આવશે. કેબિનેટે આ અંગે સૈદ્ધાંતિક નિર્ણય લીધો છે.” સરકાર NDRF (National Disaster Response Fund) અને SDRF (State Disaster Response Fund) ના નિયમો ઉપરાંત એક વિશેષ રાહત પેકેજ જાહેર કરવા અંગે પણ ગંભીરતાથી વિચારણા કરી રહી છે, જેથી ખેડૂતોને મહત્તમ મદદ મળી રહે.

ટેકનોલોજીના ઉપયોગથી તાત્કાલિક સર્વેના આદેશ

સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે પાક નુકસાનીનો સર્વે શરૂ કરવા માટે જિલ્લા વહીવટીતંત્રને સૂચના આપવામાં આવી છે. આ સર્વેની કામગીરી સંદર્ભિત ઠરાવોની જોગવાઈઓ મુજબ શરૂ કરવાની રહેશે.

ડિજિટલ સર્વે: અસરગ્રસ્ત વિસ્તારોના તમામ સર્વે નંબરોમાં ડિજિટલ સર્વે દિન-20માં પૂર્ણ કરાવવાનો રહેશે.

સેટેલાઈટ ઈમેજ: ખેતી નિયામક સેટેલાઈટ ઈમેજ આધારિત ઇમ્પેકટેડ વિસ્તારનો પ્રાથમિક રિપોર્ટ મેળવીને દિન-૧૨માં જિલ્લા કક્ષાએ મોકલી આપશે.

કૃષિ પ્રગતિ એપ: સર્વેયર ટીમો દ્વારા દરેક સર્વે કરેલ અસરગ્રસ્ત સર્વે નંબરના ફોટા જિઓ ટેગીંગ સાથે ‘કૃષિ પ્રગતિ’ મોબાઈલ એપ્લીકેશન પર અપલોડ કરવાના રહેશે.

ખેડૂતો પણ કરી શકશે અપલોડ:  ‘કૃષિ પ્રગતિ’ એપ દ્વારા ખેડૂતો પોતે પણ નુકસાનની વિગતો અપલોડ કરી શકે છે, જેનો બહોળો પ્રચાર-પ્રસાર કરવા આદેશ આપવામાં આવ્યો છે. આ સર્વેની કામગીરી માટે VCE (Village Computer Entrepreneur) અથવા CCC+ પાસ યુવાનોની મદદ લેવા માટેની પણ જોગવાઈ કરવામાં આવી છે.

સહાય ચૂકવણા માટે સમય મર્યાદા
સર્વેની કામગીરી ચોક્કસ સમય મર્યાદામાં પૂર્ણ થાય તે માટે નીચે મુજબનું સમયપત્રક નક્કી કરવામાં આવ્યું છે

| ક્રમ | કામગીરી | સમય મર્યાદા |

| 1 | સેટેલાઈટ ઈમેજ આધારિત ઇમ્પેકટેડ વિસ્તારની માહિતી જિલ્લાને આપવી- કુદરતી આપત્તિની ઘટના બન્યાથી 12 દિવસની અંદર
| 2 | વિગતવાર ડીજીટલ સર્વેની કામગીરી | સર્વેહુકમ થયેથી દિન-20 માં
| 3 | ડિજિટલ સર્વે અને સેટેલાઈટ ઇમેજ મેચ કરી રિપોર્ટ જિલ્લા કલેકટરને મોકલવો- દિન-7 માં
| 4 | ખેતી નિયામકએ સરકારને સંકલિત દરખાસ્ત રજૂ કરવી- સર્વે પુર્ણ થયાથી- દિન-15 માં….


Related Posts

Load more