ગાંધીનગર મહાનગર પાલિકા ની ચૂંટણી – ભાજપે બાકીના ઉમેદવાર પણ કર્યા જાહેર, આજે છેલ્લો દિવસ

By: Nation Gujarat Team
25 Sep, 2026

આ જાહેરાત બાદ ભાજપે ગાંધીનગર મહાનગરપાલિકાની તમામ 44 બેઠકો માટે પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારી દીધા છે. હવે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા તરફ રાજકીય પક્ષોનું ધ્યાન કેન્દ્રિત થયું છે.ગાંધીનગર મનપા ચૂંટણી માટે મતદાન 11 ઓક્ટોબરે યોજાવાનું છે અને પરિણામ 13 ઓક્ટોબરે જાહેર થવાનું છે. ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ 26 સપ્ટેમ્બર છે. ભાજપની સંપૂર્ણ યાદી જાહેર થયા બાદ હવે ચૂંટણી મેદાનમાં અન્ય પક્ષોના ઉમેદવારો સામે મુકાબલો વધુ સ્પષ્ટ બનશે. કોંગ્રેસે પણ આજે પોતાની પ્રથમ યાદીમાં 19 ઉમેદવારો જાહેર કર્યા છે, જ્યારે આમ આદમી પાર્ટી અત્યાર સુધી 29 ઉમેદવારો જાહેર કરી ચૂકી છે.


Related Posts

Load more