ગુજરાત હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે રાજ્યમાં આગામી 48 કલાકમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે. આ સિવાય કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. રાજ્યમાં આગામી 28 માર્ચ સુધી વરસાદની કોઈ સંભાવના નથી.
નવી આગાહી પ્રમાણે રાજ્યમાં 29 માર્ચથી એપ્રિલની શરૂઆતમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. આ દરમિયાન 40-50 કિમીની ઝડપે પવન ફૂંકાશે. અંબાલાલે આપેલી માહિતી પ્રમાણે એપ્રિલના બીજા સપ્તાહમાં પણ વાતાવરણમાં પલટો આવશે.