બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી છે. 81 વર્ષીય બિગ બીને શુક્રવારે સવારે 6 વાગ્યે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભાસ્કરને સૂત્રો પાસેથી આ માહિતી મળી છે.
‘ઠગ્સ ઑફ હિન્દુસ્તાન’ના સેટ પર અમિતાભને ઈજા થઈ હતી અમિતાભ બચ્ચન 2018ની ફિલ્મ ‘ઠગ્સ ઑફ હિન્દુસ્તાન’માં જબરદસ્ત એક્શન કરતા જોવા મળ્યા હતા. એક એક્શન સિક્વન્સ માટે અમિતાભ બચ્ચને બોડી ડબલનો ઉપયોગ કરવો પડ્યો, પરંતુ તેણે એક્શન સીન જાતે શૂટ કર્યા. ભારે એક્શન કરતી વખતે તેને ખભામાં ઈજા થઈ હતી. જોકે આ ઈજા ગંભીર નહોતી.
‘KBC 14’ ના શૂટિંગ દરમિયાન પગની નસ કપાઈ ગઈ હતી
2022માં ‘કૌન બનેગા કરોડપતિ 14’ના શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચનના પગની નસ ધાતુના ટુકડાથી કપાઈ હોય ઘણું લોહી વહી રહ્યું હતું, ત્યારબાદ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
2022માં કોવિડ પોઝિટિવ થયા
2020માં અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને માહિતી આપી હતી કે તેઓ કોવિડથી સંક્રમિત છે. અમિતાભની સાથે તેમનો પુત્ર અભિષેક પણ પોઝિટિવ હતો. બિગ બી બે મહિનાથી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ હતા.
દિવાળી પહેલાં જ અમિતાભ ઘાયલ થયા હતા
અમિતાભ બચ્ચને દિવાળી પહેલાં પોતાના પગની નસ કપાઈ જવાની જાણકારી આપી હતી. તેમણે પોતે એક બ્લોગ દ્વારા જણાવ્યું હતું કે જ્યારે તેના પગની નસ કપાઈ ત્યારે ખૂબ લોહી વહી રહ્યું હોય હોસ્પિટલમાં પણ જવું પડ્યું, જ્યાં ડોક્ટરોએ તેમના પગમાં ટાંકા લીધા હતા.આ ઘટના વિશે અમિતાભ બચ્ચને પોતાના અંગત બ્લોગ દ્વારા માહિતી આપી હતી. તેમણે લખ્યું હતું – ધાતુના ટુકડાને કારણે મારા પગની નસ કપાઈ ગઈ હતી. નસ કાપતાં જ મારા પગમાંથી ઘણું લોહી વહી ગયું. સ્ટાર અને ડોકટરોની ટીમની મદદથી હું સમયસર સાજો થઈ શક્યો હતો. મને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યો અને મારા પગમાં ટાંકા લેવામાં આવ્યા હતા.