અમરેલીમાં કમોસમી વરસાદનો કહેર: ખાંભા-જાફરાબાદ જળબંબાકાર, અનેક ગામો સંપર્ક વિહોણા

By: nationgujarat
01 Nov, 2025

Unseason Rain Amreli: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કમોસમી વરસાદે માઝા મૂકી છે, ત્યારે અમરેલી જિલ્લામાં આ વરસાદે રીતસરની તારાજી સર્જી છે. જિલ્લામાં છેલ્લા અઠવાડિયાથી વરસી રહેલા સતત કમોસમી વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ખાસ કરીને ખાંભા અને જાફરાબાદ તાલુકા આ વરસાદથી સૌથી વધુ પ્રભાવિત થયા છે.

ખાંભામાં જળબંબાકારની સ્થિતિ

ખાંભા પંથકમાં જળબંબાકારની સ્થિતિ ખાંભા ગીર પંથકના ગામડાઓમાં મોડી રાતથી જ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ઉપરવાસના પીપળવા, ઉમરીયા, લાસા, તાતણીયા સહિતના ગામોમાં ભારે વરસાદને કારણે ખેતરોમાં ઉભો પાક પાણીમાં તરબોળ થઈ ગયો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસેલા વરસાદે ખેડૂતોની ચિંતા બમણી કરી દીધી છે. આ ઉપરાંત ખાંભાના દાઢીયાળી, ભાવરડી, દિવાન સરાકડીયા સહિતના ગામોમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા, જેના કારણે ખાંભાના મુખ્ય રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.


Related Posts

Load more