અમદાવાદમાં વેપારી પર ફાયરિંગનો કેસ, ચાર આરોપીની ધરપકડ, ભત્રીજાએ આપી હતી સોપારી

By: nationgujarat
18 Nov, 2024

અમદાવાદમાં શનિવારે (16મી નવેમ્બર) મોડી સાંજે નહેરુનગરના માણેકબાગમાં મહાલક્ષ્મી ફ્રૂટ-શાકભાજીની દુકાનના વેપારી બદાજી મોદીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. એક્ટિવા પર આવેલા અજાણ્યા શખસોએ વેપારી પર ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. હવે પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલી લીધો છે. પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

કૌટુંબિક ભત્રીજાએ જ સોપારી આપી

અમદાવાદમાં નહેરુનગરના માણેકબાગ રોડ પર ટાગોર પોલીસ નજીક આવેલી બોરાણા વેજીટેબલ માર્કેટમાં મહાલક્ષ્મી ફ્રૂટ-શાકભાજીની દુકાનના વેપારી બદાજી મોદી પર એક્ટિવા પર આવેલા અજાણ્યા શખસો ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં ઈજાગ્રસ્ત વેપારીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા. પરંતુ સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું. આ મામલે પોલીસે મધ્ય પ્રદેશથી ફાયરિંગ કરનારા 3 આરોપી અને વેપારીના કૌટુંબિક ભત્રીજાની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં કૌટુંબિક ભત્રીજાએ જ સોપારી આપી વેપારીને હત્યા કરાવી હોવાનો સામે આવ્યું છે. 25 લાખ રૂપિયામાં વેપારીની હત્યાની સોપારી આપી હતી.મળતી માહિતી પ્રમાણે બે કરોડની જમીનના વિવાદને ભત્રીજાએ કાકાની હત્યાની સોપારી આપી હતી. અનુ રાજપૂત સાથે ત્રણ લોકોને 25 લાખમાં સોપારી આપી હતી. સધન તપાસ બાદ સીસીટીવીના આધારે રતલામ પાસેથી આરોપી ઝડપાયા છે. આ સમગ્ર કેસ ક્રાઈમ બ્રાન્ચમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.


Related Posts

Load more