અમદાવાદમાં ‘પરંપરા નગરી’ ગરબા મહોત્સવમાં મોટો વિવાદ: સુરક્ષામાં ગંભીર બેદરકારી બદલ કીર્તિદાન ગઢવી સામે આક્ષેપ

By: Nation Gujarat Team
17 Oct, 2026

Ahmedabad News: ગુજરાતના જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવી સાથે સંકળાયેલા પરંપરા નગરીના નવરાત્રિ ગરબા મહોત્સવમાં ખેલૈયાઓની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. ગરબા રમવા દરમિયાન ગ્રાઉન્ડના રેમ્પ પર બહાર નીકળેલી ખીલીઓના વીડિયો વાયરલ થયા છે.જેના કારણે ખેલૈયાઓને ઈજા થવાની ફરિયાદ સામે આવી છે. એક ખેલૈયાને પગમાં ખીલી વાગવાથી ઈજા થઈ હોવાની પણ માહિતી મળી છે. જેમને બુમરાણ પાડી હતી કે આવી વ્યવસ્થા પગ ખુલ્લા રાખીને અહીં ગરબા રમી શકાય એવી સ્થિતિ નથી.

ગ્રાઉન્ડના મોટા ભાગના પ્લોટમાં રેમ્પની ખીલીઓ બહાર નીકળેલી જોવા મળ

સામાજિક કાર્યકર શુભમ ઠાકરે પણ વીડિયો બનાવ્યા છે. એમના જણાવ્યા અનુસાર, આ સમસ્યા માત્ર એક સ્થળ પૂરતી મર્યાદિત ન હતી, પરંતુ ગ્રાઉન્ડના મોટા ભાગના પ્લોટમાં રેમ્પની ખીલીઓ બહાર નીકળેલી જોવા મળી હતી. ગરબા રમવા માટે મોટી સંખ્યામાં આવતા ખેલૈયાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ ખામીઓ તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જો યોગ્ય સમારકામ કરવામાં નહીં આવે, તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સમક્ષ સત્તાવાર ફરિયાદ કરવામાં આવશે.

ઇમરજન્સી એક્ઝિટની વ્યવસ્થા અંગે પણ સવાલ

ગ્રાઉન્ડમાં સામાન્ય એટલે કે ગોલ્ડ ઝોન પાસધારકો માટે ઇમરજન્સી એક્ઝિટની વ્યવસ્થા અંગે પણ સવાલ ઉઠાવ્યા છે. અગાઉ ગરબા મહોત્સવ ની તૈયારીઓ દરમિયાન ડોમ ધરાશાયી થવાની ઘટના બની ચૂકી હોવાના સંદર્ભમાં, આવા મોટા આયોજનમાં પૂરતા અને સુલભ ઇમરજન્સી એક્ઝિટ, અગ્નિસુરક્ષા તથા અન્ય આવશ્યક સુરક્ષા વ્યવસ્થાઓ હોવી અત્યંત જરૂરી છે.

ખેલૈયાઓની સલામતી સાથે ચેડાં કરનારાઓએ જવાબદારી સ્વીકારવી જોઈએ

શુભમ ઠાકરે જણાવ્યું હતું કે, “કીર્તિદાન ગઢવી મા અંબાની આરાધના અને ગરબાની પરંપરાની વાત કરે છે. ત્યારે મારો સીધો સવાલ છે કે ખેલૈયાઓની સુરક્ષા સાથે બાંધછોડ કરીને ગરબાનું વ્યાપારીકરણ શા માટે કરવામાં આવે છે? લોકો પોતાની શ્રદ્ધા અને આનંદ માટે ગરબા રમવા આવે છે, જોખમ વહોરવા નહીં.”

ગરબાના નામે નફો કમાવાની દોડમાં ખેલૈયાઓને ઈજા

“મા અંબાની આરાધના માત્ર મંચ પરથી બોલવાથી નહીં, પરંતુ ખેલૈયાઓની સુરક્ષા અને સન્માન જાળવવાથી સાબિત થાય છે. આ સાથે જ AMC અને સંબંધિત સત્તાધિકારીઓને પણ સ્થળની તપાસ કરી ખેલૈયાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ કરવામાં આવી છે. શ્રદ્ધા, સંસ્કૃતિ અને મનોરંજનના નામે યોજાતા ગરબા મહોત્સવોમાં ખેલૈયાઓની સુરક્ષા સર્વોપરી હોવી જોઈએ.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score