અમદાવાદના વટવામાં હિટ એન્ડ રનની કરૂણ ઘટના: પૂરપાટ સ્કોર્પિયો કારે વૃદ્ધને કચડી નાખ્યા,

By: Nation Gujarat Team
29 Jul, 2026

Vatva hit and run Ahmedabad : અમદાવાદ શહેરમાં બેફામ વાહનચાલકોનો આતંક દિનપ્રતિદિન વધી રહ્યો છે. વટવા વિસ્તારમાં વધુ એક હિટ એન્ડ રનની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં પૂરપાટ ઝડપે આવી રહેલી સ્કોર્પિયો કારે રસ્તો ઓળંગી રહેલા એક વૃદ્ધને ટક્કર મારી હતી અને કાર રોક્યા વિના તેમના પરથી પસાર થઈ જતાં તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

શું છે સમગ્ર ઘટના?

પ્રાપ્ત વિગતો અનુસાર, વટવા વિસ્તારમાં રહેતા 68 વર્ષીય યુનુસભાઈ વોહરા સોમવારે રાત્રિના 12 વાગ્યાના અરસામાં બીબી તળાવ ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહ્યા હતા. જ્યારે તેઓ રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે વટવા ગામ તરફથી પૂરઝડપે આવેલી એક સ્કોર્પિયો કારના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે યુનુસભાઈ સીધા કારના બોનેટ પર પટકાયા હતા. જો કે, કાર ચાલકે વાહન થોભાવવાને બદલે નીચે પડેલા વૃદ્ધ પર જ કાર ચડાવી દીધી હતી અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ગંભીર એક્સિડન્ટમાં ગંભીર ઇજાઓ થવાથી યુનુસભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

પોલીસ તપાસ અને સીસીટીવી ફૂટેજ

આ દર્દનાક એક્સિડન્ટની આખી ઘટના નજીકની એક દુકાનના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં જ જે ડિવિઝન ટ્રાફિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે ફરાર સ્કોર્પિયો કારનો નંબર મેળવી લીધો છે અને આરોપી ચાલકને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.


Related Posts

Load more