વર્ષો પછી અમદાવાદમાં આજે નગરદેવી ભદ્રકાળી માતાજીની નગરયાત્રા યોજાઇ

By: nationgujarat
26 Feb, 2025

Historic Nagar Yatra Of Goddess Bhadrakali : અમદાવાદમાં આજે નગરદેવી ભદ્રકાળી માતાજીની નગરયાત્રા યોજાઇ. સવારે આરતી બાદ માતાજીની પાદુકા રથ પર વિરાજમાન કરાઈ અને પછી રથ નગરયાત્રાએ નીકળ્યું. અમદાવાદવાસીઓએ અત્યાર સુધી નગરદેવતા એવા ભગવાન જગન્નાથની રથયાત્રાનો લહાવો લીધો છે પણ હવે અમદાવાદના નગરદેવી માતા ભદ્રકાળી પણ પોતાના ભક્તોને દર્શન આપવા આવ્યા.

રિવરફ્રન્ટ પર સાબરમતીની પૂજા બાદ ભદ્રકાળીની નગરયાત્રા ભદ્ર દરવાજા પહોંચી હતી. પછી ત્યાંથી રિલીફ રોડના ભાગે થઈને આખરે ઐતિહાસિક માતા ભદ્રકાળીની નગરચર્યા ભદ્ર મંદિરે પહોંચી સમાપ્ત થઇ હતી.


Related Posts

Load more