ગાંધીનગરઃ રેવેન્યુ તલાટીની ભરતી કરતા લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. રેવેન્યુ તલાટીની ભરતીમાં બે મોટા ફેરફાર કરી દેવામાં આવ્યા છે. સરકારના આ નિર્ણયની અસર સરકારી નોકરીની તૈયારી કરતા લાખો ઉમેદવારો પર પડવાની છે. નવા નિયમો માટેનું સત્તાવાર નોટિફિકેશન પણ જાહેર કરી દેવામાં આવ્યું છે.
આ નિયમો બદલાયા
રાજ્ય સરકારે આપેલી માહિતી પ્રમાણે રેવેન્યુ તલાટીની ભરતી માટે હવે સ્નાતકની ડિગ્રી ફરજીયાત જોશે. આ પહેલા ધોરણ 12 પાસ ઉમેદવારો રેવેન્યુ તલાટીની પરીક્ષા આપી શકતા હતા. બીજીતરફ રેવેન્યુ તલાટી માટે ઉંમર મર્યાદા પણ વધારી દેવામાં આવી છે. રેવેન્યુ વિભાગે 33 વર્ષની ઉંમર મર્યાદા વધારી 35 વર્ષ કરી છે. એટલે કે હવે 35 વર્ષ સુધીના ઉમેદવારો રેવેન્યુ તલાટીની પરીક્ષા આપી શકશે.
કોઈપણ શાખામાં સ્નાતક કરી શકશે અરજી
રાજ્ય સરકારે રેવેન્યુ તલાટી વર્ગ 3ના ભરતીય નિયમ (2009) માં ફેરફાર કર્યો છે. હવે આગામી સમયમાં તલાટીની ભરતી થશે તેમાં નવા નિયમો લાગૂ થશે. હવે ઉમેદવારે અરજી કરવા માટે કોઈપણ શાખામાંથી સ્નાતકની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ.