રાજકોટ સહિત 5 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, ગુજરાતને ઘમરોળશે મેઘરાજા

By: nationgujarat
06 Sep, 2025

Gujarat Weather Forecast: ગુજરાતમાં છેલ્લાં ઘણા દિવસોથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. એવામાં આજે પણ વરસાદ ખમૈયા કરવાના મૂડમાં નથી હવામાન વિભાગના નાઉકાસ્ટ હેઠળ 3 કલાક માટે રાજ્યના 5 જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય રાજ્યના 3 જિલ્લામાં યલો એલર્ટ અને બાકીના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

5 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી

રાજ્યમાં 1 વાગ્યા સુધીમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી, રાજકોટ અને જામનગરમાં રેડ ઍલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. આ સિવાય ગુજરાતના 3 જિલ્લામાં 1 વાગ્યા સુધી યલો ઍલર્ટ રહેશે. જેમાં કચ્છ, ભાવનગર, અને ગીર-સોમનાથનો સમાવેશ થાય છે. જ્યાં છૂટો છવાયો હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે.

26 જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ 

આ સિવાય ગુજરાતના બાકીના 26 જિલ્લામાં 1 વાગ્યા સુધી ઓરેન્જ ઍલર્ટ રહેશે.

6 સપ્ટેમ્બરઃ 

હવામાન વિભાગ દ્વારા, શનિવારે (6 સપ્ટેમ્બર) 4 જિલ્લામાં રેડ ઍલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. આ સિવાય રાજ્યના 9 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જ્યાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે અને 21 જિલ્લામાં યલો ઍલર્ટ રહેશે. જ્યાં છૂટો છવાયલો હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે.

7 સપ્ટેમ્બરઃ 

હવામાન વિભાગ દ્વારા, રવિવારે (7 સપ્ટેમ્બર) 1 જિલ્લામાં રેડ ઍલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. આ સિવાય રાજ્યના 9 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જ્યાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે અને 11 જિલ્લામાં યલો ઍલર્ટ રહેશે. જ્યાં છૂટો છવાયલો હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે.

  • રેડ ઍલર્ટઃ કચ્છ
  • ઑરેન્જ ઍલર્ટઃ મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર
  • યલો ઍલર્ટઃ જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ

Related Posts

Load more