રાજકોટ લવ જેહાદ કેસ, સગીરાને ભગાડી જનાર આરોપીને પોલીસે નેપાળ બોર્ડરેથી દબોચ્યો

By: nationgujarat
02 Mar, 2025

Rajkot News : રાજકોટમાં લવ જેહાદનો કેસ સામે આવ્યો છે. 15 વર્ષીય સગીરાને એક પરણિત શખ્સ ભગાડીને લઈ ગયો હતો અને સોશિયલ મીડિયામાં સગીરા પોતાની ખુશીથી ભાગી હોવાના વીડિયો અપલોડ કર્યો હતો. સમગ્ર મામલે સગીરાની માતાને જાણ થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. અંતે પોલીસે આરોપીને નેપાળ સરહદ પહોંચે તે પહેલા ઝડપી પાડવામાં આવ્યો હતો. સગીરા અને આરોપીને પોલીસ રાજકોટ લાવશે.

15 વર્ષીય સગીરાને પરણિત ભગાડીને લઈ ગયો

રાજકોટમાં 15 વર્ષીય સગીરા સાથે છેલ્લા આઠ-નવ મહિનાથી સંપર્કમાં રહેલો સાહિલ વાઘેર નામનો શખ્સ સગીરાને ભગાડીને લઈ ગયો હતો. આ પછી આરોપીએ પોતાના સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો હતો. જેમાં સગીરાએ જણાવ્યું હતું કે, ‘તે રાજીખુશીથી સાહિલ સાથે ભાગી છે.’ સમગ્ર ઘટના મામલે સગીરાની માતાએ પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. માતાએ જણાવ્યું હતું કે, ‘સાહિલ અને મારી દીકરી છેલ્લા આઠ-નવ મહિનાથી એકે-બીજાના સંપર્કમાં હતા. જ્યારે આ ઘટના બાદ મારી દીકરીએ મોબાઈલમાં મેસેજ કરીને સાહિલ સાથે ગઈ હોવાનું કહ્યું હતું.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગ્રામ્મ પોલીસ કામ લાગી હતી. જેમાં પોલીસે આરોપીને નેપાળ સરહદ પહોંચે તે પહેલા દબોચી લીધો હતો. જ્યારે સગીરા અને આરોપીને પોલીસ રાજકોટ લાવશે. બીજી તરફ, આરોપી સાહિલની પત્ની તેના વિરૂદ્ધમાં ભરણપોષણનો કેસ નોંધાવ્યો હતો અને સગીરાને ફસાવીને લઈ ગયો હોવાનો આરોપ પણ કર્યો હતો.


Related Posts

Load more