Parliament Budget Session: સંસદના ચાલુ બજેટ સત્રનો આજે ત્રીજો દિવસ છે. બજેટ સત્રની શરૂઆત 31 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિના સંબોધન સાથે થઈ હતી, તે જ દિવસે નાણામંત્રી નિર્મલા સીતારમણે આર્થિક સર્વે રજૂ કર્યો હતો. જયારે 1 ફેબ્રુઆરીએ તેમણે નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યું હતું.
મહાકુંભમાં નાસભાગ અને મૃત્યુ પર ચર્ચાની માંગ
આજે લોકસભામાં પ્રશ્નકાળની કાર્યવાહી હંગામા સાથે શરૂ થઈ હતી. વિપક્ષ પ્રયાગરાજ મહાકુંભમાં નાસભાગ અને મૃત્યુ પર ચર્ચાની માંગ કરી હતી. ઘણા વિપક્ષી સભ્યો સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. જેના કારણે ગૃહમાં હોબાળો મચી ગયો છે.
પ્રશ્નકાળની કાર્યવાહી શરૂ થયા બાદ પણ વિપક્ષી સભ્યો ચર્ચાની માંગણી સાથે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા અને નારા લગાવતા લોકસભા સ્પીકર ઓમ બિરલાની સામે પહોંચી ગયા હતા. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ હંગામો મચાવનારા સાંસદોને કહ્યું, ‘શું જનતાએ તમને હંગામો કરવા માટે ચૂંટ્યા છે.’
આ પણ વાંચો: 10 લાખમાં પતિને કિડની વેચવા મનાવ્યો અને પછી પૈસા લઈ પત્ની રફુચક્કર, પ.બંગાળનો મામલો
લોકસભા સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષને પ્રશ્નકાળ ચાલુ રાખવાનો આગ્રહ કરતા કહ્યું કે, ‘રાષ્ટ્રપતિએ પણ પોતાના સંબોધનમાં આ અંગે ચર્ચા કરી છે. આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન તમે આ વિષય પર પણ બોલી શકો છો. પ્રશ્નોત્તરીનો સમય સભ્યો માટે મહત્ત્વનો સમય છે. તેને ચાલુ રહેવા દો.’
રાજ્યસભાની કાર્યવાહી ‘જય શ્રી રામ’ના નારા સાથે શરુ
એવામાં જ્યારે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ ત્યારે અધ્યક્ષ જગદીપ ધનખર જયારે ગૃહમાં પ્રવેશ્યા ત્યારે સભ્યોએ ‘જય શ્રી રામ’ના નારા લગાવીને તેમનું સ્વાગત કર્યું.