ભારતીય મહિલા ટીમ સતત બીજી વખત બની અંડર 19 વર્લ્ડકપ ચેમ્પિયન, સાઉથ આફ્રિકાને ધૂળ ચટાડી

By: nationgujarat
02 Feb, 2025

Indian women cricket won Under-19 World Cup : ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઈતિહાસ રચતા સતત બીજી વખત અંડર-19 વર્લ્ડકપનો ખિતાબ જીતી લીધો છે. ભારતે ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને 9 વિકેટે હરાવી દીધું હતું. આ પહેલા ભારતીય મહિલા ટીમ વર્ષ 2023ની ખિતાબ પોતાના નામે કરી ચૂકી છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે આ ટુર્નામેન્ટમાં અજેય રહીને આ ખિતાબ જીત્યો હતોફાઈનલ મેચમાં ટીમે બોલિંગ અને બેટિંગ બંને ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય બોલરોની ઘાતક બોલિંગ સામે દક્ષિણ આફ્રિકાની ટીમ 82 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. જવાબમાં ભારતે એક વિકેટ ગુમાવી અને 52 બોલ બાકી હતા તે પહેલા જ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.

ત્રિશા અને સાનિકાની શાનદાર ભાગીદારી

83 રનનો ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને પહેલો ઝટકો 4.3 ઓવરમાં જી. કમલિનીના રૂપમાં લાગ્યો હતો. ઓપનર કમલિની માત્ર 8 રન કરીને આઉટ થઇ ગઈ હતી. પરંતુ ત્યારબાદ બેટિંગ કરવા આવેલી ત્રિશા અને સાનિકા વચ્ચે શાનદાર ભાગીદારી જોવા મળી હતી અને તેમણે ભારતને જીત સુધી લઇ ગયા હતા. ભારતીય ટીમે 11.2 ઓવરમાં એક વિકેટના નુકશાન પર 84 રન બનાવીને ભવ્ય વિજય મેળવ્યો હતો. ત્રિશા 33 બોલમાં 44 રન અને સાનિકા 22 બોલમાં 26 રન બનાવીને અણનમ રહી હતી.

દ. આફ્રિકાના ચાર બેટરો ખાતું પણ ન ખોલાવી શક્યા  

દક્ષિણ આફ્રિકા માટે સૌથી વધુ રન વાન વોર્સ્ટએ બનાવ્યા હતા. તેના સિવાય ફાય કાઉલીન્ગે 15 રન બનાવ્યા હતા. દ. આફ્રિકાની ટીમના ચાર બેટરો પોતાનું ખાતું પણ ખોલાવી શકી ન હતી. ભારત તરફથી ગોન્ગાડી ત્રિશાએ 4 ઓવરમાં 15 રન આપીને 3 વિકેટ ઝડપીને ભારતીય ટીમને જીત અપાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.


Related Posts

Load more