ભાઇ -બહેન સાથે મળી દિલ્હીના વિકાસના કાર્યો કરીશું, બહેન મુખ્યમંત્રી છે અને ભાઇ મંત્રી છે – રેખા ગુપ્તા મુખ્યમંત્રી

By: nationgujarat
15 Mar, 2025

દિલ્હીમાં ભાજપની સરકાર આવ્યા પછી મહિલા મુખ્યમંત્રી મળ્યા તરીકે રેખા ગુપ્તાજી જવાબદારી સંભાળી રહ્યા છે. રેખા ગુપ્તાજીએ તેમના આક્રમક શૈલીથી કામ કરવા મીડિયામાં ચમકતા રહેતા હોય છે ત્યારે  શનિવારે પૂર્વ મુખ્યમંત્રી ડૉ. સાહિબ સિંહ વર્માની જન્મજયંતિ પર તેમને તેમનાજ પક્ષના ધારાસભ્ય અને મંત્રી તરીકે જવાબદારી સંભાળનાર પ્રવેશ વર્મા પ્રત્યે કરેલ નિવેદનની ચર્ચા મીડિયામા થઇ રહી છે . તેમણે મંત્રી પ્રવેશ વર્માને પોતાના નાના ભાઈ ગણાવ્યા છે અને કહ્યું છે કે, અમે બંને એક જ શાળામાં સાથે ભણ્યા હતા અને હવે સરકારમાં, બહેન મુખ્યમંત્રી છે અને ભાઈ મંત્રી છે. ઘરે પણ, વસ્તુઓ મોટી દીકરીને આપવામાં આવે છે.

પ્રવેશ વર્મા દિલ્હીની ભાજપ સરકારમાં જાહેર બાંધકામ વિભાગના મંત્રી છે. દિલ્હીની ચૂંટણીમાં, તેમણે નવી દિલ્હી બેઠક પર AAP કન્વીનર અરવિંદ કેજરીવાલને મોટા માર્જિનથી હરાવ્યા. પરિણામો પછી, એવું માનવામાં આવતું હતું કે ભાજપ પ્રવેશ વર્માને મુખ્યમંત્રીની જવાબદારી સોંપી શકે છે જોકે, પાર્ટી હાઈકમાન્ડે દિલ્હીની કમાન રેખા ગુપ્તાને સોંપી દીધી.

રેખા ગુપ્તા સરકારમાં પ્રવેશ વર્મા પીડબ્લ્યુડી મંત્રાલયની જવાબદારી સંભાળી રહ્યા છે. પ્રવેશ  વર્મા અગાઉ પશ્ચિમ દિલ્હી બેઠક પરથી બે વાર સાંસદ રહી ચૂક્યા છે. તેમના પિતા સાહિબ સિંહ વર્મા ૧૯૯૬ થી ૧૯૯૮ સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા હતા.

શનિવારે સાહિબ સિંહ વર્માની જન્મજયંતિ નો કાર્યક્રમ યોજાયો હતો. પ્રવેશે તેના પિતાની જન્મજયંતિ નિમિત્તે હવન કર્યો હતો. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પણ પ્રાર્થના સભા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સીએમ ગુપ્તાએ ટ્વિટર પર લખ્યું, દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આદરણીય ડૉ. સાહિબ સિંહ વર્માને તેમની સમાધિ સ્થળ પર તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ. આ પ્રસંગે મારા સાથી કેબિનેટ મંત્રીઓ અને ધારાસભ્યો પણ હાજર હતા. ડૉ. સાહિબ સિંહ વર્માનું સમર્પણ અને સેવાની ભાવના આપણા બધા માટે પ્રેરણાસ્ત્રોત છે. તેમના આદર્શોથી પ્રેરિત થઈને, અમે દિલ્હીના વિકાસ અને જન કલ્યાણ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ.

સીએમ રેખા ગુપ્તાએ કહ્યું, મને બાળપણથી જ સાહિબ સિંહજીના આશીર્વાદ મળ્યા છે. શાલીમાર બાગથી જીત્યા બાદ તેઓ મુખ્યમંત્રી પણ બન્યા. તેમને કરેલા કાર્યોથી દરેક કાર્યકરને પ્રેરણા મળતી રહે  છે. હું નસીબદાર હતી કે રચના, પ્રવેશ અને હું બધા એક જ શાળામાં હતા. કાઉન્સિલરથી મુખ્યમંત્રી સુધીની સફર અમે સાથે જોઇ છે.

બહેન અને ભાઇ સાથે મળીને વિકાસના કાર્યો કરીશું

સીએમ ગુપ્તાએ પ્રવેશને પોતાનો નાનો ભાઈ અને પોતાને મોટી બહેન ગણાવ્યા. રેખા ગુપ્તાએ કહ્યું, અમે બંને ભાઈ-બહેન સાથે કામ કરીશું. દીકરી મુખ્યમંત્રી છે અને દીકરો મંત્રી છે. વાત બીજી પણ હોઈ શકે, પણ ઘરે પણ વસ્તુઓ મોટી દીકરીને આપવામાં આવે છે.

કાર્યક્રમમાં પ્રવેશ વર્માએ કહ્યું કે, સમાધિ સ્થળ પર ઘણા સારા કાર્યો કરવામાં આવનાર છે, 34 એવી ઝૂંપડપટ્ટીઓ છે જ્યાં પાણીની સમસ્યા છે. આગામી છ થી આઠ મહિનામાં 9 હજાર નવા પાણીના જોડાણો સ્થાપિત કરવામાં આવશે. જેના કારણે ૪૭૦૦ લોકોને સ્વચ્છ પાણી મળી શકશે. પાણી ભરાવાની સમસ્યાના ઉકેલ માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે.


Related Posts

Load more