પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, આવી ગયું બે દિવસનું શિડ્યુલ

By: nationgujarat
13 Sep, 2024

લોકસભાની ચૂંટણી બાદ પહેલીવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. ત્યારે સૌ કોઈ લોકલાડીલા પ્રધાનમંત્રીને આવકારવા તૈયાર છે. ત્યારે પીએમ મોદીના ગુજરાત પ્રવાસનું શિડ્યુલ આવી ગયું છે. તેઓ 15 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર સુધી ગુજરાતમાં રોકાશે. ત્યારે તેમના કાર્યક્રમોનું શિડ્યુલ પણ આવી ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલાં સુરક્ષા સમીક્ષા કરવામાં આવી છે. પીએમ મોદી જન્મ દિવસ પર ગુજરાતના પ્રવાસે આવવાના છે. આગામી 15 થી 17 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદી ગુજરાત પ્રવાસે છે. આ માટે ગુજરાત ભાજપ દ્વારા તેમના સ્વાગત માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરે છે. ત્યારે 16 સપ્ટેમ્બરે બપોરે 3.30 કલાકે ગુજરાત ભાજપ ભવ્ય શક્તિ પ્રદર્શન કરશે. અમદાવાદના GMDC મેદાનમાં 1 લાખ ભાજપ કાર્યકરો એકત્રિત થશે. ગુજરાતના લોકલાડીલા નેતાનું ભવ્ય સ્વાગત કરાશે. ભાજપના સદસ્યતા અભિયાનના પ્રારંભ પ્રસંગે સીઆર પાટીલે આ કાર્યક્રમ અંગે જાહેરાત કરી.

15 સપ્ટેમ્બરના કાર્યક્રમ    

  • સાંજે અમદાવાદમાં આગમન
  • સાંજે 4.30 કલાકે વડસર એરફોર્સ સ્ટેશનની મુલાકાત
  • એરફોર્સ સ્ટેશનના નવા ઓપરેશન કોમ્પલેક્સની વિઝિટ
  • સાંજે છ વાગ્યે રાજભવન જશે PM
  • રાત્રે રાજભવન ખાતે રોકાણ અને બેઠકનું આયોજન
  • 16 સપ્ટેમ્બરના કાર્યક્રમ    

    • સવારે 10 વાગ્યે મહાત્મા મંદિરમાં કાર્યક્રમમાં હાજરી
    • ગ્લોબલ રી-ઈન્વેસ્ટ રિન્યૂએબલ એનર્જીમાં ભાગ લેશે PM
    • બપોરે 12 વાગ્યે રાજભવન પરત ફરશે
    • બપોરે 1.30 વાગ્યે ગાંધીનગરના સેક્ટર 1 મેટ્રો સ્ટેશનની મુલાકાત
    • ગાંધીનગર મેટ્રો સ્ટેશનથી GIFT સિટી સુધીની મુસાફરી
    • બપોરે 3.30 વાગ્યે અમદાવાદના GMDC ખાતે ભાજપ કાર્યકર સંમેલનમાં હાજરી આપશે
    • સાંજે 6 વાગ્યે રાજભવન પર ફરશે અને રાત્રિ રોકાણ કરશે

    17 સપ્ટેમ્બરના કાર્યક્રમ    
    સવારે 9 વાગ્યે ઓડિશાના ભુવનેશ્વર માટે રવાના થશે

    રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય જીએમડીસી ગ્રાઉન્ડ પહોંચ્યા હતા. અમદાવાદ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે રહીને સુરક્ષાની સમીક્ષા કરી. જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીનો ભાજપના કાર્યકર્તાઓ સાથેનું સંમેલન યોજાનાર છે. જેમાં ગુજરાતભરમાંથી 1 લાખથી વધુ લોકો હાજર રહેશે. વડાપ્રધાન જી.એમ.ડી.સી ગ્રાઉન્ડ ખાતે કાર્યકર્તા અને લોકોની વચ્ચે અભિવાદન ઝીલવા જશે. આજે બીડીડીએસ અને ડોગ સ્કોર્ડ સાથે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 5 હજાર થી વધુ પોલીસ અધિકારી અને કર્મચારી તૈનાત રહેશે.


Related Posts

Load more