ગાંધીનગર: તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારબાદ હવે ગુજરાતમાં 1.71 લાખના પગારદાર મંત્રીઓને મોંઘનારી નડી છે. ગુજરાતના મંત્રીઓને હોટેલ્સમાં રહેવા અને જમવા હવે દૈનિક રૂપિયા 2,600 લેખે ભથ્થું મળશે. GADએ નવું ગેઝેટ પ્રસિદ્ધ કરીને શહેરોને કેટેગરાઈઝ ભથ્થું નિયત કર્યું છે.
રાજ્યના સામાન્ય વહિવટ વિભાગ- GADએ મંગળવારે એક ગેઝેટ પ્રસિધ્ધ કરીને હોટલ્સમાં રહેવા-જમવા માટે રાજ્યના શહેરોને ત્રણ પ્રકારે વર્ગીકૃત કરીને દૈનિક ભથ્થાઓ આપવાની જાહેરાત કરી છે. GAD એ સરકારી અધિકારીઓની જેમ શહેરોને ત્રણ શ્રેણીમાં કેટેગરાઈઝ કરવામા આવ્યા છે. જે અનુસાર હવે એક્સ કેટેગરીના શહેરોમાં મંત્રીઓને દૈનિક રૂપિયા ૨,૬૦૦ લેખે ભથ્થુ ચુકવાશે.
X વર્ગમાં અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરો…
સરકારી અધિકારી- કર્મચારીઓને પ્રવાસ સહિતના ભથ્થાઓ માટે ભારત સરકાર દ્વારા વખતોવખત શહેરોનું વર્ગીકરણ જાહેર થાય છે. એક્સ વર્ગના શહેરોમા અમદાવાદ, ગાંધીનગર, સુરત જેવા મહાનગરો, વાય વર્ગના શહેરોમાં વડોદરા, રાજકોટ અને ઝેડ કેટેગરીમાં અન્ય શહેરોનો સમાવેશ થાય છે.
સુવિધાઓ ભોગવતા મંત્રીઓને પણ જાણે મોંધવારી નડી
ગુજરાતના મંત્રીઓના પગાર અને ભથ્થા અધિનિયમ- ૧૯૬૦મા મંગળવારે એક ગેઝેટ મારફતે થયેલા સુધારામાં ગુજરાત મંત્રી મુસાફરી ભથ્થા નિયમો-૧૯૮૩માં નિયમ-પાંચમાં થોડોકો ફેરફાર કરવામાં આવ્યો છે. આ સાથે જ ગુજરાત સરકારમાં મહિને રૂપિયા ૧.૭૧ લાખનો પગાર અને અન્ય સુવિધાઓ ભોગવતા મંત્રીઓને પણ જાણે મોંધવારી નડી હોય તેવું સ્થિતિનું નિર્માણ થયું છે.