ભારત આજે 200મી T-20 રમશે, વેસ્ટઈન્ડીઝ સામે મુકાબલો

By: nationgujarat
03 Aug, 2023

ટેસ્ટ અને વનડે બાદ ભારતીય ટીમની નજર T20 સિરીઝ પર છે. વેસ્ટઈન્ડીઝ સામેની 5 મેચની શ્રેણીની પ્રથમ મેચ ત્રિનિદાદ (પોર્ટ ઓફ સ્પેન)માં રાત્રે 8:00 વાગ્યાથી રમાશે.

આ ભારતની 200મી આંતરરાષ્ટ્રીય T20 મેચ છે. ભારત 200 T20 રમનાર બીજો દેશ બનશે. આ પહેલાં પાકિસ્તાને 200 મેચ પૂર્ણ કરી છે. પાકિસ્તાને અત્યાર સુધીમાં કુલ 223 આંતરરાષ્ટ્રીય T20 મેચ રમી છે.

2024 વર્લ્ડ કપની દૃષ્ટિએ આ સિરીઝ ભારત માટે મહત્ત્વની રહેશે, કારણ કે 2024નો T20 વર્લ્ડ કપ અહીં રમાવાનો છે.

આ સમાચારમાં આપણે બંને ટીમો વિશે જાણીશું. ઉપરાંત, તમે પિચ રિપોર્ટ્સ, હવામાનની સ્થિતિ અને પોસિબલ પ્લેઇંગ ઇલેવન વિશે પણ જાણીશુ…

IPL સ્ટાર્સને તક મળી શકે છે
વેસ્ટઈન્ડીઝ સામેની ટી-20 સિરીઝમાં ટીમ ઈન્ડિયા રોહિત શર્મા, વિરાટ કોહલી, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ વગર ઊતરશે. ડોમિનિકામાં 171 રન સાથે ટેસ્ટ ડેબ્યૂ કર્યા પછી, યશસ્વી જયસ્વાલ સંભવિત રીતે ડેબ્યૂ કરી શકે છે.

આ સાથે મુંબઈ ઈન્ડિયન્સના ટોચના બેટ્સમેન તિલક વર્મા પણ ટીમ ઈન્ડિયા સાથે ડેબ્યૂ કરી શકે છે. વર્મા હવે પંડ્યા સાથે ભારતનો મિડલ ઓર્ડર સંભાળશે.

અવેશ ખાન બોલિંગમાં વાપસી કરી શકે છે. તે લખનઉ સુપર જાયન્ટ્સનો સ્ટ્રાઈક બોલર છે.

ભારત સામે કેપ્ટન તરીકે પોવેલની પ્રથમ શ્રેણી
આ સિરીઝ વેસ્ટઈન્ડીઝ માટે ડોમેસ્ટિક T20 ક્રિકેટની શરૂઆત હશે. આ સિરીઝ બાદ કેરેબિયન પ્રીમિયર લીગ શરૂ થશે. કેપ્ટન તરીકે રોવમેન પોવેલ માટે આ સિરીઝ મોટી કસોટી જેવી હશે. પોવેલ કેપ્ટન તરીકે પ્રથમ વખત ભારત સામે રમી રહ્યો છે. ઉપરાંત, નિકોલસ પૂરન, સ્ટાર ખેલાડી, જેણે MI ન્યૂયોર્કને MLC જિતાડ્યું હતું, તે આ સિરીઝમાં પુનરાગમન કરી રહ્યો છે. પૂરન અને શિમરન હેટમાયર ઉપર સ્પિન સામેની જવાબદારી રહેશે.

વરસાદની 40 ટકા શક્યતા
ત્રિનિદાદના હવામાન વિભાગ અનુસાર, મેચ દરમિયાન વરસાદની 40 ટકા શક્યતા છે. જો કે, મોટાભાગે વાદળછાયું વાતાવરણ રહેશે અને ભેજ સાથે તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે.

પિચ રિપોર્ટ
પિચ બેટ્સમેનોને મદદ કરશે. છેલ્લી ઓવરમાં સ્પિનરોને મદદ કરશે. ટોસ જીતનારી ટીમ બોલિંગ કરવાનું પસંદ કરશે.

સંભવિત પ્લેઇંગ XI
વેસ્ટઈન્ડીઝ: બ્રૈન્ડન કિંગ, કાઈલ મેયર્સ, જોનસન ચાર્લ્સ/શાઈ હોપ (wk), નિકોલસ પૂરન, શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ (કેપ્ટન), રોસ્ટન ચેઝ, જેસન હોલ્ડર, રોમારિયો શેફર્ડ/ઓડિયન સ્મિથ, અકીલ હોસેન અને અલઝારી જોસેફ/ઓશેન થોમસ

ભારત: શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, ઈશાન કિશન/સંજુ સેમસન (wk), તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ/રવિ બિશ્નોઈ, ઉમરાન મલિક/આવેશ ખાન અને મુકેશ કુમાર.


Related Posts

Load more