Trump Envoy Steve Witkoff Meets Putin: રશિયાના રાષ્ટ્ર પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દૂત સ્ટીવ વિટકૉફ વચ્ચે મુલાકાત યોજાઈ છે. તેમણે યુક્રેન યુદ્ધ ખતમ કરવા માટે રશિયા, યુક્રેન અને અમેરિકા વચ્ચે ત્રિપક્ષીય વાતચીત ફરી શરૂ કરવાની અપીલ કરી છે. શું હવે ખતમ થશે યુક્રેન સાથે નું ભયાનક રૂપી યુદ્ધ , એ હવે આગળ જતા જોવું રહ્યું
અમેરિકી નાગરીકને રશિયાએ કર્યા મુક્ત
આ મુલાકાત પહેલા રશિયાએ 74 વર્ષીય અમેરિકી નાગરિક સ્ટીફન હબાર્ડને મુક્ત કરી દીધા છે, જે ચાર વર્ષથી વધુ સમયથી જેલમાં કેદ હતા. આ મુલાકાત રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં થઈ હતી. વિટકૉફ યુક્રેન યુદ્ધ ખતમ કરવા માટે એક નવો પ્રસ્તાવ પણ પોતાની સાથે લઈને પહોંચ્યા હતા. તેમનું કહેવું હતું કે, નોર્વેની રાજધાની ઓસ્લોમાં થયેલી વાતચીતથી આગળ વધવાનો રસ્તો ખુલ્લો છે, અને હવે ત્રણેય દેશોએ સાથે બેસીને આગામી પગલાં પર ચર્ચા કરવી જોઈએ.
પુતિન સાથે વાતચીત અને સ્ટીફન હબાર્ડની મુક્તિ
વિટકૉફે પુતિનને અપીલ કરી કે રશિયા, યુક્રેન અને અમેરિકા વચ્ચે ત્રણ દેશોની બેઠક ફરી શરૂ કરવામાં આવે. આ બેઠકમાં યુદ્ધ રોકવા અને શાંતિ સમજૂતી સુધી પહોંચવાના રસ્તાઓ પર ચર્ચા થઈ શકે છે. પુતિન અને વિટકૉફની મુલાકાત પહેલા રશિયા અમેરિકી નાગરિક સ્ટીફન હબાર્ડને મુક્ત કર્યા, જેમને એપ્રિલ 2022 માં પૂર્વી યુક્રેનમાં કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, હબાર્ડ પોતાના ઘરે પરત ફરી રહ્યા છે, અને આ નિર્ણય પુતિન દ્વારા તેમના પ્રત્યે સન્માન દર્શાવવા માટે લેવામાં આવ્યો છે.