World Cup News – મુંબઇ વાનખેડા સ્ટેડિયમમાં આવતા દર્શકોને મળશે ફ્રિમાં પોપકોર્ન અને કોલ્ડ ડ્રિંકસ

By: nationgujarat
25 Oct, 2023

વિશ્વકપની મેચો અડધી રમાઇ ગઇ છે ભારતીય ટીમ આ ઘરઆંગણે રમાતા  વિશ્વકપમાં સારુ પ્રદર્શન કરી રહી છે ત્યારે મુંબઇથી દર્શકો માટે સારા સમાચાર આવ્યા છે. મુંબઇ ક્રિકેટ એસોસીયેશને વાનખેડા સ્ટેડિયમ પર વિશ્વકપની મેચો જોવા આવનાર દર્શકો માટે ખાસ ઓફર લાવ્યા છે. સ્ટેડિયમમાં આવનાર દરેક દર્શકોને ફ્રિમાં પોપકોર્ન અને કોલ્ડ ડ્રિંકસ આપવાની જાહેરાત કરવામાં આવી છે. ગઇકાલે મુંબઇમાં રમાાયેલ આફ્રિકા અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ પછી એમસીએના અધ્યક્ષ અમોલ કાલેએ જાહેરાત કરી છે.

મુંબઇ વાનખેડા સ્ટેડિયમમાં 2 નંવેમ્બરના રોજ ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ રમાનાર છે ત્યાર પછી 15 નવેમ્બરના રોજ ઓસ્ટ્રલીયા અને અફઘાનિસ્તાન ની મેચ રમાશે. આ જ ગ્રાઉન્ડમાં વિશ્વકપની પહેલી સેમીફાઇનલ મેચ પણ રમાવાની છે. મેચ જોવા આવનાર દર્શોકને ટીકિટ કાઉન્ટર પરથી કુપન મળ્યા બાદ ફ્રીમાં પોપકોર્ન અને કોલ્ડ ડ્રિકસ મેળવી શકશે.

ધ ઇન્ડિયન એક્સપ્રેસ ને આપેલ ઇન્ટરવ્યુમાં અમોલ કાસેએ જણાવ્યું કે, મેચ જોવા આવતા દર્શકોને ફ્રિમાં પોપકોર્ન અને કોલ્ડ ડ્રિકસનો પ્રસ્તાવ મુકયો હતો જેમાં પણ મંજૂરી મળી છે અને દર્શકો ટીકિટ કાઉન્ટર પર ટીકિટ પર સિક્કો મરાવ્યા પછી તેમને પોપકોર્ન અને કોલ્ડ ડ્રિકસ આપવામાં આવશે. અમોલ કાલેએ જણાવ્યું કે, 1 નવેમ્બરના રોજ ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ રમાનાર છે તે પહેલા સચિન તેડુલકરની પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવશે.


Related Posts

Load more