World Cup 2023 Points Table:6 મેતનજીતી ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ

By: nationgujarat
29 Oct, 2023

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં રવિવારે ભારતે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 229 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતા ભારતે ઈંગ્લેન્ડને 34.5 ઓવરમાં 129 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ 2023 પોઈન્ટ ટેબલમાં નંબર વન બની ગઈ છે. તે જ સમયે, ઇંગ્લેન્ડ સેમિફાઇનલ રાઉન્ડમાંથી બહાર થઈ ગયું છે. ભારતીય બોલર શમી ,બુમરહા અને રોહીત શર્મા મેચના હીરો રહ્યા. શમીએ વિશ્વકરમાં 2 મેચમાં 9 વિકેટલ લીધી છે.

આ જીત સાથે ભારતના 6 મેચમાં કુલ 12 પોઈન્ટ થઈ ગયા છે. જ્યારે દક્ષિણ આફ્રિકા 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. આ સાથે જ ન્યુઝીલેન્ડની ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. ન્યુઝીલેન્ડના 6 મેચમાં 4 જીત સાથે 8 પોઈન્ટ છે. જ્યારે 5 વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાના 6 મેચમાં 4 જીત સાથે 8 પોઈન્ટ છે પરંતુ નીચા નેટ રન રેટને કારણે તે ન્યૂઝીલેન્ડથી પાછળ છે.

શ્રીલંકાની ટીમ પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે. શ્રીલંકાના 5 મેચમાં 2 જીત સાથે 4 પોઈન્ટ છે. પાકિસ્તાન પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. પાકિસ્તાનના 6 મેચમાં 2 જીત સાથે 4 પોઈન્ટ છે. આ સિવાય અફઘાનિસ્તાનની ટીમ પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે. અફઘાનિસ્તાનના 5 મેચમાં બે જીત સાથે 4 પોઈન્ટ છે. બીજી તરફ વર્લ્ડ કપ 2023ના પોઈન્ટ ટેબલમાં નેધરલેન્ડ, બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડની ટીમો અનુક્રમે આઠમા, નવમા અને દસમા સ્થાને છે.

 

મેચથી ભારતને હજી નબળાઇ પર ધ્યાન આપવાની જરૂર છે જેવી કે શ્રેયસ અય્યર ની ટીમમાં હવે જગ્યા બનતી નથી તેમ ક્રિકેટ એક્સપર્ટનુ માનવું છે કે તેણે આ મેચમાં યોગ્ય પ્રદર્શન કરવાની જરૂર હતી ટીમને તેના સ્કોરની જરૂર હતી પણ ફરી નાકામ થયો છે તેથી હવે તેેને મોકો આપવો યોગ્ય નથી ટીમના ઘણા ખેલાડીઓ બહાર બેઠા છે જેમ કે શાર્દુલ ઠાકુર ,ઇશાન કિશાન જેવા ખેલાડીઓ ને અય્યરની જગ્યાએ તક આપવી જોઇએ તેમ એક્સપર્ટનું માનવું છે. જો હાર્દીક પંડયા પરત ફરશે તો નિશ્ચિત પણ અય્યરનું સ્થાન જોખમમાં રહેશે. શ્રીલંકા સામેની મેચમાં ચોક્કસ પણે અય્યરના સ્થાને ઇશાન કિશનને તક મળવી જોઇએ આ અંગે તમે પણ કમેન્ટ કરી શકો છો.


Related Posts