વન-ડે વર્લ્ડ કપ 2023ના લીગ તબક્કાની સૌથી મોટી મેચ એટલે કે ભારત-પાકિસ્તાન મેચ આજે રમાઈ રહી છે. જેમાં ભારતે ટૉસ જીતીને પહેલાં બોલિંગ લીધી છે. શુભમન ગિલ પ્લેઇંગ-11માં પરત ફર્યો છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લોકો આવવાના શરૂ થઈ ગયા છે. ખૂબ જ મોટી સંખ્યામાં લોકો સ્ટેડિયમમાં આવ્યા છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જે પણ ટીમ ટૉસ જીતી છે, તે પહેલાં બોલિંગ લે છે. મતલબ કે જે ટીમ ટૉસ જીતે છે, તે ચેઝ કરવાનું પસંદ કરે છે અને પછી જીતે પણ છે. આનું તાજં ઉદાહરણ એ કે વર્લ્ડ કપની પહેલી મેચ ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી, તેમાં કિવીઝે ટૉસ જીતીને પહેલાં બોલિંગ લીધી હતી અને ટાર્ગેટ સરળતાથી ચેઝ કરીને મેચ જીતી લીધી હતી. IPL 2023ની ફાઈનલમાં પણ CSKએ ટૉસ જીતીને બોલિંગ લીધી અને ટાર્ગેટ ચેઝ કર્યો હતો. ત્યારે આજે ભારતે ટૉસ જીતીને ચેઝ કરવાનું પસંદ કર્યું છે.
બન્ને ટીમની પ્લેઇંગ-11
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજ.
પાકિસ્તાન: બાબર આઝમ (કેપ્ટન), ઈમામ-ઉલ-હક, અબ્દુલ્લા શફીક, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), સઈદ શકીલ, ઇફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, હસન અલી, શાહીન શાહ આફ્રિદી અને હારિસ રઉફ.
આ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન ત્રીજી મેચ રમશે. ભારતે પ્રથમ મેચમાં 5 વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. બીજી મેચમાં અફઘાનિસ્તાન સામે આઠ વિકેટે જીત મેળવી હતી. બીજી તરફ પાકિસ્તાને પણ તેની શરૂઆતની બંને મેચ જીતી લીધી છે. તેણે પ્રથમ મેચમાં નેધરલેન્ડ્સ અને બીજી મેચમાં શ્રીલંકાને હરાવ્યું હતું.
ભારત: છેલ્લી 5 ODIમાંથી 4 જીતી. માત્ર એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
પાકિસ્તાનઃ પાંચમાંથી 3 જીત્યા અને બેમાં હાર.
વર્લ્ડ કપમાં ભારતે તમામ મેચ જીતી
ODI વર્લ્ડ કપની વાત કરીએ તો બંને વચ્ચે અત્યાર સુધીમાં સાત મેચ રમાઈ છે અને તે તમામમાં યજમાન ટીમે જીત મેળવી છે.
12 એપ્રિલ 2005ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન બંને વચ્ચે માત્ર એક જ વાર ટક્કર થઈ હતી. ત્યારબાદ પાકિસ્તાનના ઈન્ઝમામ ઉલ હકે સચિન તેંડુલકરના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને પાકિસ્તાનને ઐતિહાસિક જીત અપાવી હતી. પ્રથમ રમતા, ભારતે સચિન તેંડુલકરના 123 રનને કારણે 315/6 (48) રન બનાવ્યા. ઈન્ઝમામે પાકિસ્તાન માટે 60* (59)ની મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી.