વર્લ્ડકપ-2023માં ભારતનો ભવ્ય વિજય થાય એ માટે કુમકુમ મંદિર દ્વારા શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરવામાં આવી.

By: nationgujarat
18 Nov, 2023

રવિવારે અમદાવાદમાં રમાવનારી વર્લ્ડકપની ફાઇનલ મેચ માં ભારતનો ભવ્ય વિજય થાય એ હેતુથી શ્રી સ્વામિનારાયણ મંદિર-કુમકુમ મણીનગર દ્વારા શ્રી સ્વામિનારાયણ ભગવાન ઉપર પુષ્પોથી અભિષેક કરવામાં આવ્યો હતો અને પ્રાર્થના કરવામાં આવી હતી.

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે,કોઈપણ સફળતા પ્રાપ્ત કરવી હોય તો બે વસ્તુ ની જરૂર પડે છે. એક પુરુષાર્થ અને બીજી ભગવાનની કૃપા એ ન્યાય પ્રમાણે ભારતના ખેલાડીઓ વર્લ્ડકપની અંદર ખૂબ જ પુરુષાર્થ કરી રહ્યા છે તો એની સાથે સાથે જો શ્રી સ્વામિનારાયણ ભગવાનની કૃપા ઉતરે તો આ વર્લ્ડ કપ ભારત જીતી જાય તો સારા વિશ્વમાં ભારતનું નામ રોશન થાય, અને દરેક ભારતીય નાગરિકની ઈચ્છા પૂર્ણ થાય. તેવા હેતુથી કુમકુમ મંદિર દ્વારા શ્રી સ્વામિનારાયણ ભગવાન ઉપર પુષ્પથી અભિષેક કરવામાં આવ્યો હતો અને પ્રાર્થના કરવામાં આવી હતી કે ભારતનો વર્લ્ડકપમાં વિજય થાય.


Related Posts